________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર મહારું કહેવું માને તે હારે હને એક શ્રી પ્રત્યે વિમ- વાત કરવાની છે. ધનથી બોલી, પ્રાણનાથ ! લને ઉગાર, આજે આમ કેમ બેલે છે? આ જીવિત
પણ મહારા આધીન છે. માટે ગ્ય કાર્ય ફરમાવે. વિમલ બેલ્ય, પ્રિયે ! હાલ તું હારા પિતાને ત્યાં જા. આવું અયોગ્ય વચન સાંભળી ધનશ્રી તત્કાલ મૂછિત થઈ પૃથ્વી ઉપર પડી ગઈ. પછી શીતલ જલાદિકના ઉપચારથી સચેત થઈ તે બેલી, સ્વામિન્ ! એકદમ નિર્દયની માફક વિના કારણે આમ બોલવાનું શું કારણ? વિમલ બે, સુંદરિ! કારણ શિવાય કઈ દિવસ હું બેલું ખરો? માટે એકવાર હારે એમ કરવું પડશે. ધનશ્રી બેલી, સ્વામિનાથ? જો કે આ કાર્ય કરવું બહુ જ અશકય છે, પરંતુ આપનું વચન મહારે માનવું જોઈએ, એ પ્રમાણે ધનશ્રીનું વચન સાંભળી વિમલે જલદી કેઈને સાથ કરી આપે. જોકે ધનશ્રી વાહન તથા સહાય વિના જઈ શકે તેમ નહોતી પરંતુ અપ્રીતિને લીધે હેને પગે ચાલતી વિદાય કરી. અને કહ્યું કે હારી આજ્ઞા શિવાય ફરીથી ત્યારે અહીં આવવું નહીં. તેમજ તેની સાથે મોકલેલા પુરૂને પણ કહ્યું કે તેના બાપના ત્યાંથી ભેજન કર્યા વિના તમારે પાછું આવવું. તે સાંભળી ધનશ્રી બહુ રૂદન કરવા લાગી. અને તે સમજી કે કંઈપણ હારે અપરાધ હોવો જોઈએ, નહીં તે કઈ દિવસ આ શ્રેષ્ઠી આવું નિર્દય વચન બેલે નહીં. પરંતુ પરણીને આવ્યા પછી કેઈપણ અપરાધ મહારાથી થયે હેય એમ મને સાંભરતું નથી. એમ વિચાર કરતી ધનશ્રી સાથેની સાથે પોતાના પિતાને ત્યાં ગઈ, ઘર આવ્યું એટલે સાથે આવેલા પુરૂ પાછા વળ્યા અને ધનશ્રી પોતે ઘરમાં ગઈ.
સખીજન સહિત, શ્યામ મુખવાળી અને રૂદન કરતી
For Private And Personal Use Only