________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોમશ્રીની કથા.
(૩૬૭) છો? તે બેલી, ધનશ્રીએ મહને મોકલી છે. અને ધનશ્રેણીને ત્યાં હેને બોલાવવા માટે હું જાઉં છું, કારણકે પોતે કરેલા સંકેતને ભંગ થવાથી કોધને લીધે તે આજે આવ્યો નથી માટે મહારાથી અત્યારે વિલંબ થાય તેમ નથી. કેમકે ધનશ્રીને ભર્તા વિમલ શ્રેણી પોતાને ઘેર આવે તેટલામાં આ કાર્ય મહારે કરવાનું છે એમ કહી તેણીએ કહ્યું કે, આ વાત કોઈની આગળ કરશે નહીં. આ સર્વ હકિકત ત્યાં ઉભા રહેલા વિમલે સાંભળી અને તે વિચારમાં પડયો કે, ધનશ્રી અને વિમલનું નામ આવ્યું તેથી જરૂર હારી સ્ત્રી સંબંધી આ બન્ને જણ વાત કરે છે. એમ જાણ તે અસદ્ વિચારમાં પડી ગયે. અરે! શું ચંદ્રના બિંબમાંથી કદાચિત્ અંગાર વૃષ્ટિ થાય
ખરી? કિંવા દ્રાક્ષની વેલીમાંથી લીંબડાના વીમલને અસ- ફળની ઉપત્તિ સંભવે ખરી? અથવા ત્ય વિચારકામનો સ્વભાવ બહુ વિષમ હોય છે.
તેમજ વિષમ સ્વભાવવાળી સ્ત્રીઓ પણ રાગાંધ થઈ કયું અકાર્ય નથી કરતી? વળી ખરા અનુરાગીને છેડી દે છે અને કૃત્રિમ સ્નેહીઓને ઈચ્છે છે. કામગ્રહથી મૂઢ થયેલી પ્રમદા ગુણને પણ દેષ તરીકે જુએ છે. વળી તેઓને રૂપ, કુલ, કલા, પરાક્રમ અને સંપત્તિ પણ પ્રમાણભૂત થતી નથી. જ્યાં પ્રેમ વધી પડે છે ત્યાંજ કઈ અપૂર્વ ગુણ જોવામાં આવે છે. પ્રાયે ઉત્તમ કુલમાં જન્મેલી સ્ત્રી પણ અધમ પુરૂષ ઉપર આસક્ત થાય છે. મહાટા પર્વતમાંથી પ્રગટ થયેલી નદી પણ નીચ ગામિનીજ હોય છે. માટે હારા કુળમાં કલંક ન લગાડે તેટલામાં એને એના બાપને ત્યાં મોકલી દેવી ઉચિત છે. એમ વિચાર કરતે વિમલ પિતાને ઘેર આવ્યા.
ત્યારબાદ કેઈક પ્રસંગ આવવાથી વિમલ બે, હે પ્રિયે!
For Private And Personal Use Only