________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૬ )
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર.
कृष्णनी कथा.
ચતુર્થ સ્વરૂપદનાતિચાર. દાનવીર્ય રાજા બે, હે જગત્પાલક! આપની પવિત્ર દેશનાવડે સર્વ જગના આ પવિત્ર થાય છે માટે, હે ભગવન ! આપ મહાન પોપકારી છે. તેથી કૃપા કરી હવે બીજા શિક્ષાવ્રતમાં ચોથા અતિચારનું સ્વરૂપ દષ્ટાંત સાથે અમને સમજાવે. શ્રી સુપાશ્વપ્રભુ બોલ્યા, દેશાવકાશિક વ્રત ગ્રહણ કરીને જે પુરૂષ કે કાર્યને લીધે દૂર રહેલા પુરૂષને પોતાના સ્વરૂપનું ભાન કરાવે છે, તે કૃષ્ણની માફક બહુ દુઃખી થાય છે. પખંડભૂમિમાં ઉત્તમ શોભાને ધારણ કરતું માનખેટ નામે
નગર છે. તેમાં સમસ્ત શત્રુઓને પરાજય કણદૃષ્ટાંત. કરનાર અને સમગ્ર કલાઓને પારગામી
વિક્રમાદિત્ય નામે રાજા છે. પદ્મા નામે તેની પટરાણું છે. વિનયાદિક સદ્ગણોનું મંદિર વિકમસેન નામે તેને પુત્ર છે અને કૃષ્ણ નામે તેનો મિત્ર છે. હવે એક દિવસ વિક્રમસેન કુમાર પોતાના મિત્ર સહિત હસ્તી ઉપર બેસી હૃદયને આનંદ દાયક અને મનોહર એવા નંદનવન નામે ઉદ્યાનમાં ગયે. ત્યાં આગળ એક પુરૂષ મળે. તેણે પ્રાર્થના કરી કહ્યું કે, હે કુમાર! રત્નમાલા નામે હારી ભાય સાથે હું આ કદલીગૃહમાં રાત્રીએ સુતે હતો તેટલામાં અશોકવૃક્ષ ઉપરથી નીચે ઉતરી એક મયૂર (ર) હારી સ્ત્રોની ડોકમાંથી રત્નાવળી હારનું હરણ કરી હારા દેખતાં તે પાછો તેજ વૃક્ષ ઉપર ગયે. ત્યારપછી મહેં હેને બાણ માર્યું. તે પણ હૈને નહીં લાગતાં પાછું આવીને હારાજ શરીરે લાગ્યું. વળી તે મોર કલા ચઢાવી આનંદપૂર્વક
For Private And Personal Use Only