________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૬)
મીસુપાર્શ્વનાથચરિત્ર.
આવીને બેઠા. પછી સફ બલ્ય, હે મહા મુનિનું ચરિત્ર. પુરૂષ! આપને જન્મ મહોત્સવ કયા નગ
રમાં થયું છે? અને હાલમાં પોતાના ચરણવડે કયું નગર પવિત્ર કરવા ધારે છે? સિદ્ધ પુરૂષે કહ્યું, મહાભાગ! ઉત્તરદિશારૂપી સ્ત્રીના ભાલસ્થલમાં તિલક સમાન કનકપુર નામે નગર છે. તેમાં હું જન્મે છું, હાલમાં સમેતગિરિની યાત્રા માટે જવું છે, અને આયુષ પૂર્ણ થવાથી ત્યાંજ મહારે કાળ કરવાને છે. માટે હાલ તું હારે ઘેર ચાલ્યો જા. ત્યારબાદ રાજાની આજ્ઞા લઈ મહાર બતાવેલાનિધાન ત્યારે કાઢી લેવા અને પ્રણતજનનાં મનવાંછિતસુખ પૂર્ણ કરવાં. વળી તારા નિધાનનું વૃત્તાંત રાજા જાણશે પરંતુ મહારા મંત્રના પ્રભાવથી ત્યારે કેઈને પણ ભય રાખ નહીં. અને હારી ઈચ્છા પ્રમાણે વૈભવવડે વિલાસ કરવા, એમ કહી સિદ્ધપુરૂષ ચાલતે થો. પછી સ પણ પાછો વળીને સંધ્યા સમયે પિતાને ઘેર આવ્યા. એટલે તેની સ્ત્રી બેલી, સ્વામિન ! અપશકુન થયા કે શું ? પાછા કેમ આવ્યા ? સદ્ધ બલ્ય, પ્રિયે! શકુન બહુ સારા થયા છે. પ્રભાતમાં તેનું સ્પષ્ટ ફલ જણાશે. પરંતુ હાલ જીનપૂજા માટે સામગ્રી તૈયાર કર. સ્ત્રીએ પણ તેજ પ્રમાણે પૂજા સામગ્રી એકઠી કરી. સદ્ન શ્રેણી ભાવપૂર્વક જીન પ્રતિમાની પૂજા કરી સુઈ ગયે. પ્રાત:કાલમાં જીને વંદન કરી કંઈપણ ભેટ લઈ તે રાજા પાસે ગયો અને ભેટ મૂકી નમસ્કાર કરી નિધાન સંબંધી સર્વ વાર્તા રાજાને જણાવી એટલે રાજાએ પણ દ્રવ્ય લાવવાની પરવાનગી આપી, પછી તે પિતાના ઘેર આવી દવાનાં સાધને લઈ નિધાન સ્થાનમાં ગયે. અને યુકિતપૂર્વક ચારે કલશ કાઢી લઈ પિતાના ઘેર ચાલે આવ્યો.
નિધાનની વાત સાંભળી નગરલોકે મંગલિક માટે અક્ષત
For Private And Personal Use Only