________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદ્ધની કથા.
(૩૫) ગુણ લક્ષમીને બોલાવી સ્વાધીન કરે છે એ પ્રમાણે મુનીંદ્રના વાકયનું સ્મરણ કરી તે એકદમ ઉભું થયું અને ઉતાવળથી પ્રેમપૂર્વક સ્વાગત બોલત, ઘણા કાળે આવેલા મિત્રની માફક તેમના સમુખ ગયે. પછી મુનિને નમસ્કાર કરી, વસ્ત્રના છેડાવડે મુનિના ચરણેને સ્વચ્છ કરી, બહુ સન્માન પૂર્વક આમલીની છાયામાં આસન ઉપર બેસાર્યા અને પોતે ચરણકમલની સેવા સાથે આશ્વાસન કરવા લાગ્યા. મુનિ બેલ્યા, તું કેણ છે? કયાંથી આવ્યું? ક્યાં જાય છે?
અને જવાનું શું પ્રયોજન છે? સદ્ગ છે, મુનિને પ્રશ્ન હું અહીં સમીપમાં રહેલા નગર શેઠને
પુત્ર છું. શ્રાવક કુળમાં હારો જન્મ છે. પરંતુ વૈભવહીન થઈ ગયો છું. તેથી મહારા પિતાના મરણ પછી શેઠ પદવી પણ હારી ચાલી ગઈ છે. સ્વજન લોકેએ પણ હારું અપમાન કર્યું, તેથી દુઃખને માર્યો હું દ્રવ્ય મેળળવા નીકળેલ છું. મહારા નગરથી થોડાજ ચાલ્યો છું. એટલામાં બહુ પરિશ્રમ લાગવાથી થાકીને અહીં બેઠે. તેટલામાં આપનાં દર્શન થયાં. મુનિ બેલ્યા, ભદ્ર! મહારા દર્શનથી હવે હારૂં નિર્ધનપણું રહેવાનું નથી, માટે મહારી સાથે તું ચાલ. નજીકમાંજ હુને માટે નિધાન બતાવું. સ તેમની સાથે ઉત્તર દિશા તરફ ચાલ્યો. જ્યાં પ્રથમ તેણે મુનીને પ્રણામ કર્યા હતા, તેજ ઠેકાણે મુનિએ હેને ચાર આમ્રવૃક્ષ બતાવીને તેની નીચે ચાર દ્રવ્યથી ભરેલા કલશ બતાવ્યા, અને કહ્યું કે, આ નિધાનની નિશાની માટે દરેક વૃક્ષની શાખાઓમાં કંઈક નિશાની કરી લે. પછી સટ્ટ શ્રેણીએ પિતાના વસ્ત્રને છેડે ફાડી ચારે શાખાઓમાં ચીંથરા બાંધીને કલશની નીશાની કરી લીધી.
ત્યારબાદ તેઓ બંને જણ ફરીથી તે આમલીની છાયામાં
For Private And Personal Use Only