________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૪)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. જીવતે હેય તે, દુર્જનની આંગળીઓને પરાજય નહીં સહન કરતાં ત્યારે વિદેશમાં ચાલ્યું જવું. એમ નિશ્ચય કરી પિતાની સ્ત્રીને તેણે કહ્યું કે, વેપાર માટે કેઈપણ દેશાંતરમાં હું જવાને છું માટે ભાતું તૈયાર કર. સ્ત્રીએ પણ તે પ્રમાણે જલદી તૈયાર કર્યું. પછી ગૃહ સંબંધી કાર્ય સ્ત્રીને સોંપી સારા મુહૂર્ત ભાતું બાંધી જમીને સહુ પિતાના ઘેરથી નીકળે. મધ્યાન્હ કાળ થયો એટલે નગરની પાસમાં આમલીનું એક
વન આવ્યું. પરિશ્રમને લીધે થાકી જવાથી મુનિદર્શન, ભાતાનું પોટલું પિતાના માથા તળે મૂકી
આમલીની છાયામાં તે સુઈ ગયે. અને પોતે વિચાર કરવા લાગ્યું કે નિર્ભાગી એ હું, અહીં ક્યાં આવ્યું ? અત્યારે બંધુ, સ્વજન કે મિત્રવર્ગ પણ હારે કોઈ નથી. નિર્ધન પ્રાણીઓને સર્વ દિશાઓ શૂન્ય ભાસે છે. વળી મિત્રથી ભરેલું આ ભૂમંડલ છે, છતાં પણ તું છાશ પી. એમ કોઈપણ અત્યારે મને કહેતું નથી. આ સર્વ લક્ષમીદેવીને જ ચમત્કાર છે. એમ ચિંતવન કરતું હતું, તેવામાં હેને બગાસું આવ્યું. જેથી તત્કાળ તેના મુખમાં આમલીનું ફળ પડયું, તેથી તે બહુ ખુશી થયે અને સમયે કે આ પણ એક શકુન છે. નહીં તે મુખની અંદર ફલ કયાંથી પડે? માટે જરૂર કોઈપણ અચિંત્ય લાભ મને પ્રાપ્ત થશે. એ પ્રમાણે વિચાર કરતો હતો તેટલામાં, તેણે ઉત્તર દિશા તરફથી વેત વસ્ત્રધારી મુનીને આવતા જોયા. જેમના હાથ ઢીંચણ સુધી લાંબા હતા, પગમાં સોનાની પાદુકાએ પહેરેલી હતી. જેમના નેત્રાની શેભા પ્રફુલ્લ કમલ પત્રને અનુસરતી હતી, અને નાસિકાના અગ્ર ભાગ ઉપર દષ્ટિ રાખી જેઓ ધ્યાન કરતા હતા એવા મુનિવરને જે તે વિચાર કરવા લાગ્યો કે, જરૂર આ મહાત્મા વિનય ગુણને લાયક છે “વિનય
For Private And Personal Use Only