________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિંધનીકળ્યા.
(૩૩૭)
विंध्यवणिक्नीकथा.
પ્રથમ આનાયનાતિચાર, દાનવિર્ય રાજા બોલ્યા, હે ભગવન્! હવે બીજા શિક્ષા વ્રતમાં પ્રથમ અતિચારનું સ્વરૂપ દષ્ટાંત સહિત કૃપા કરી અમને કહે. શ્રી સુપાર્શ્વ પ્રભુ બેલ્યા, હે રાજન! ગ્રહણ કરેલા અવધિની બહારથી, ગામ તથા ગૃહાદિકમાં રહેલી વસ્તુઓને જે બીજાની પાસે મંગાવે છે, તે પુરૂષ ર્વિષ્યવણિકની માફક બહુ દુઃખી થાય છે. જેમકે-ઉત્તમ પ્રકારના ગજગત ( ગતગદ) હસ્તીઓથી વ્યાસ (રોગરહિત) વિબુધમત (મય) દેવતાઓને માનવા લાયક (પંડિતમય) અમૃતની માફક અમૃત કુંડ નામે નગર છે. તેમાં વિધ નામે શ્રેષ્ઠી છે. અને રતિસુંદરી નામે તેની ભાર્યા છે. હવે મને વાંછિત સુખ વૈભવમાં તેઓનો બહુ સમય વ્યતીત થયે. પરંતુ સંતાનનું સુખ તેમને મળ્યું નહીં. તેથી તેઓનું મન ઉદ્વિગ્ન થવા લાગ્યું. પછી કેટલીક માનતા માનવાથી મધ્યમ વયમાં તેઓને એક પુત્ર થયો. ત્યારબાદ લગભગ અર્ધ રાત્રીના સમયે શંઠ પોતે સુઈ રહ્યા હતા, તેવામાં તેમના ઘરમાં પરસ્પર વાતચિત કરતા બે વ્યંતર દેવ આવ્યા અને તેમાંથી એક બે કે, આ શેઠને ત્યાં એક પુત્ર જન્મ્યો છે, તે શું તું જાણે છે? બીજો બે, હું બરોબર જાણતો નથી કે તે કોણ છે? તે સંબંધી મહને સ્પષ્ટ રીતે તું સમજાવ. પ્રથમ વ્યંતર બોલ્યો, આ પુત્ર પૂર્વભવમાં શેઠને લેણદાર હતે. એના એક લાખ રૂપીઆ શેઠ પાસે માગણી છે, તે લેવા માટે પુત્રના બહાનાથી આ શેઠને ત્યાં તેણે જન્મ લીધે છે. તે પોતાનું માગણુ લઈ ચાલત થશે. તે
૨૨
For Private And Personal Use Only