________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૮).
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. બખ્તર પહેરે છે. અને કેઈક તે બહુ તીર્ણ મહટા ભાલાઓ બતાવે છે. વળી તેઓ બોલે છે કે હે પૃથ્વીનાથ ! અમને આજ્ઞાઆપો, જેથી ક્ષણમાત્રમાં અમે એને યમરાજાને અતિથિ કરીએ. આ પ્રમાણે પરાક્રમ બતાવતા એવા સુભટેના પરસ્પર આ
1 લાપ થઈ રહ્યા છે. તેટલામાં કંઈક હસ્તે મુખે આકાશચારી તે સુભટ પણ ત્યાં આવી પહોંચે. અને સુભટ બોલ્યા કે, હે સુભટો! આ સભાસ્થાનમાં તમે
પિતાનાં આયુધ લઈ શા માટે ઉભા રહ્યા છે? સુભટે બોલ્યા. હે રે મૂઢ ? અમે અમારા સ્વામીની સેવામાં ઉભા છીએ, તો તેમાં ત્યારે પૂછવાનું શું પ્રયોજન ! વળી ત્યારે આજ્ઞા વિના અહીં આવવાનું શું કારણ? માટે વેલાસર અમારા સ્વામીના
સ્થાનમાંથી જલદી તું ચાલ્યા જા. આ પ્રમાણે પોતાનું અપમાન સમજી સુભટ છે, શું આ દુનીયામાં હારા વિના બીજે કઈ સ્વામી છે ખરો? એમ તમારે નકકી સમજવું કે ત્રણ ભુવનમાં પણ હારા સિવાય અન્ય કોઈની આજ્ઞા મનાતી નથી. માટે જાઓ, તહારા સ્વામીને આ પ્રમાણે સૂચના આપો કે, જે જીવવાની ઈચ્છા હોય તે પોતાનું રાજ્ય અમને સોંપી દે. વળી જે તહારી સ્વામીના હૃદયમાં એ અભિમાન હોય કે વંશ પરંપરાથી આવેલું આ રાજ્ય હું કેમ આપું ? તો તે પણ હેનું માનવું અયોગ્ય છે. શું કેઈએ કેઈને આ પૃથ્વી લખી આપી છે? અથવા વંશ પરંપરાથી આવેલી છે, એ વાત પણ અસત્ય છે. કારણકે તે તો ખર્ક માત્રના બળથી જ ગ્રહણ કરી શકાય છે. જે તહારા સ્વામીમાં કે, તહારામાં ખર્ક બળ હોય તે તમહારા સ્વામી અને તમ્હારી સાથે યુદ્ધ કરવા હું તૈયાર છું.
આ પ્રમાણે ઉદ્ધતાઈથી ભરેલું હેનું વચન સાંભળી બહુ
For Private And Personal Use Only