________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૪ )
શ્રીસુપાર્શ્વ નાથચરિત્ર.
પ્રમ ધની માક તેની ઉપર અનેક પ્રકારના ઉપસી આવી પડે છે. વળી કેટલાક મહા સત્ત્વધારી પુરૂષ સુરેદ્રની લક્ષ્મીને પણ પેાતાને સ્વાધીન કરવા ઇચ્છે છે અને કેટલાક તા પિત્રાપા ત લક્ષ્મીનું પણ રક્ષણ કરવા અશક્ત હેાય છે. સમંત ભદ્રક એક્લ્યા, હું સેામ ! આ પ્રમાણે ત્હારે ખેદ કરવાનું કઇપણ કારણ નથી. અહા ?
આ સંસારમાં દરેક વસ્તુ ક્ષણમાત્રમાં દૃષ્ટ અને વનષ્ટ થાય છે. તે પ્રત્યક્ષપણે દેખવામાં આવે છે. તે માટે કહ્યું છે કે—
पटुतर पवनवशाकुलित - कुवलयदलतरलानि । जीवितयौवनयुवति - जनधनलवलाभसुखानि ॥
<
અદ્ધ પ્રચ`ડ પવનના વેગથી કંપાયમાન કમલપત્રની માક અતિ ચંચલ જીવિત, યાયન, સ્ત્રી અને લક્ષ્મીના લેશ માત્ર લાભ સંબંધી સુખા, અસ્થિર જાણવાં ” એમ સમજી હું ધીર પુરૂષ ! તું ધૈર્ય નું અવલંબન કર. વિશેષ પ્રકારે ધર્મોમાં ઉઘુક્ત થા. તેમજ સામાયિકવ્રતમાં મનને સારી રીતે સ્થિર કર. વળી લક્ષ્મીને નાશ થવાથી અધમ પુરૂષો ખિન્ન થઇ રૂદન કરે છે. તેમજ વારંવાર તેનું સ્મરણ કરી વિલાપ કરે છે. અને અહુ વિષાદ પણ પામે છે. પર ંતુ ક્ષણમાં નાશ પામે તેવા ધન માટે ચારિત્રધારી સત્પુરૂષો તેમ કરતા નથી. પવનથી દોલાયમાન કમલપત્રની માફક લક્ષ્મી વિલાસ બહુ ચ ંચલ છે એમ જાણી સત્પુરૂષ ક્ષણમાત્રમાં લક્ષ્મીને સત્પાત્રને સ્વાધીન કરે છે. વિગેરે ઉપદેશામૃતથી બહુ સિ ંચન કર્યું તાપણુ તે મહા પુરૂષ શૂન્ય ચિત્ત સામાયિક વિગેરે ધર્માનુષ્ઠાન કરે છે. અનુક્રમે ક વશ થયા છતા પર્યંતમાં મરણ પામી નૈતિષિકમાં ઉપન્ન થયા અને બહુ અલ્પ સુખ પામ્યા. વળી સમતભદ્ર વિપ્ર વિધિ પ્રમાણે શ્રાવકધર્મની આરાધના કરી સામાયિકતના પ્રભાવથી સમાધિ
For Private And Personal Use Only