________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોમવણિકની કથા.
(૩૨૧) प्रत्युपकुर्वन्बह्वपि, न भवति पूर्वोपकारिणा तुल्यः । एकोऽनुकरोति कृतं, निष्कारणमेव कुरुतेऽन्यः ।
અર્થ–“પ્રત્યુપકારને કરતે છતે પણ પુરૂષ પ્રથમ ઉપકાર કરનાર પુરૂષની તુલનાને પામતો નથી. કારણકે પ્રત્યુપકારી ઉપકાર કર્યા બાદ તેનું અનુકરણ કરે છે, અને ઉપકારી તે કારણ સિવાય પ્રવૃત્ત થાય છે.” માટે તમે મારા નિષ્કારણ મેટા ઉપકારી છે અને મારી પાસે તેવી કોઈપણ વસ્તુ નથી કે જેથી હું આપની સેવા કરી રણુમુક્ત થાઉં. શાસ્ત્રમાં પણ તે પ્રમાણ કહ્યું છે કે પ્રાણદાતાઓનું રૂણ વાળવું બહુ દુષ્કર છે. એમ કેટલીક પ્રાર્થના કરી તેને પ્રણામ કરી, તેમજ પિતાને ઘેર કેટલાક દિવસ રાખીને પછી વિદાય કર્યો. તે જ પોતે વેતાંબર ભિક્ષુકરૂપે હાલ અહીં આવ્યા છે અને આજે હેં તેમને ઉદ્યાનમાં જોયા છે. વળી તેમણે પોતાનું ચરિત્ર ત્યાંના રહિશ લેકેની આગળ જાહેર કર્યું છે. સોમ બોલ્યા, હે મિત્ર ! શા કારણથી હેને જેનદીક્ષા લેવી પડી! સમતભદ્ર બે, એ સંબંધી મહે કંઈ પણ પૂછ્યું નથી. ચાલ ! તું આવે છે ! આપણે બને ત્યાં જઈ તે કારણ પણ પૂછી જોઈએ. એમ વિચાર કરી બન્ને જણ ઉદ્યાનમાં મુનીંદ્ર પાસે ગયા. નમસ્કાર કરી સોમ બોલ્યા, હે મુનીંદ્ર ! આપને દીક્ષા ગ્રહણ કરવામાં મુખ્ય શું કારણ? મુનિ બેલ્યા, હે સેમ! મથુરાને રહીશ એક ની હાર
વ્રત ગ્રહણમાં નિમિત્ત કારણ છે. એમ કહી મુનિચરિત્ર, તેમણે ફરીથી પ્રથમની માફક તે સનીનું
ચરિત્ર કહ્યું અને વિશેષમાં મુનિએ કહ્યું કે તે સોનીને રાજાએ દેશનીકાલની આજ્ઞા કરી હતી. ત્યારબાદ તે સૌની ફરતે ફરતે કઈક નગરની પાસમાં ગયે, ત્યાં ધ્યાનમાં
૨૧
For Private And Personal Use Only