________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૯)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર પુરૂષ પાપ આચરણ કરે છે તેવા અધમ પુરૂષને પૂજ્ય એવી છે પૃથ્વી દેવી! તું શામાટે ધારણ કરે છે?” એમ વિચાર કરી રાજાએ તત્કાલ સોનીને પોતાની પાસે પકડાવી મંગાવ્યું અને કબજે કર્યો. પછી ગારૂડિકને લાખ સોનૈયા આપી વિદાય કર્યો. બ્રાહ્મણને પણ ક્ષમાપૂર્વક બહુ દ્રવ્યથી સત્કાર કરી રાજાએ કહ્યું કે, અન્ય કંઈ પણ મારા લાયક કાર્ય હાય તો કહેવું. બ્રાહ્મણ બે, હે રાજન ! ખરું કાર્ય મારે એટલું છે કે આ સોનીને છોડી મૂકે. કારણકે એ માટે મોટો ઉપકારી છે. એણે જે આ પ્રમાણે ન કર્યું હતું તે આપનું દર્શન મને ક્યાંથી થાત? તે સાંભળી રાજાએ સુભાષિત વચન કહ્યાં કે–
उपकारिणि वीतमत्सरे वा, सदयत्वं यदि तत्र कोऽतिरेकः । अहिते सहसाऽपराधलब्धे, सघृणं यस्य मनः सतां स धुर्यः ॥
અર્થ–“ઉપકારી અથવા માત્સર્ય રહિત પુરૂષ ઉપર જે દયા કરવી તેમાં શી વડાઈ! પરંતુ અકસ્માત્ અપરાધકારી શત્રુ ઉપર જેના હૃદયમાં દયા ઉત્પન્ન થાય તે પુરૂષ સર્જનમાં અને ગ્રણી ગણાય છે. તેમજ વળી કહ્યું છે કે –
प्रत्युपकुर्वन् पूर्व, कृतोपकारोऽपि लज्जयति चेतः ।। यस्तु विहितापकारा-दुपकारः सोऽधिको मृत्योः ॥
અર્થ“ પ્રથમ ઉપકાર કર્યો હોય છતાં પણ જે પ્રત્યુપ કાર કરતાં હૃદયમાં લજજા ઉત્પન્ન કરે છે તે ઉપકાર અપકાર કરનાર મૃત્યુથી પણ અધિક ગણાય છે.” એમ વિપ્રની બહુ પ્રશંસા કરી રાજાએ સનીને જીવિતદાન આપી છેડી દીધો. પરંતુ એની પાસેથી સર્વ દ્રવ્ય લુંટી લઈ તેને પિતાના દેશમાંથી કાઢી મૂક્યો. વળી ગારૂડિકે સુવર્ણાદિક જે લક્ષમી રાજા પાસેથી મેળવી હતી તે સર્વ પરોપકારી જાણ બ્રાહ્મણને અર્પણ કરી અને તેણે કહ્યું કે
For Private And Personal Use Only