________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૬).
શ્રી સુપાશ્વનાથચરિત્ર. આ કૂવામાં પડ્યા છે. તેઓ પણ હજુ અંદર છે. માત્ર મહારે આપે ઉદ્ધાર કર્યો. તે સાંભળી પરોપકાર સમજી બ્રાહ્મણે ફરીથી દેરી પાસી એટલે ગારૂડિક પણ નીકળે. એમ અનુક્રમે સર્વને બહાર કાઢ્યા. પછી તેઓ બ્રાહ્મણને નમસ્કાર કરી બોલ્યા, અમારા પિતા અને ગુરૂ પણ તમે જ છો. કારણકે અમને જીવિતદાન આપે આપ્યું છે. વળી તે વિદ્વન ? અમે સર્વે મથુ રાના રહીશ છીએ અને અમારાં નામ પણ પ્રસિદ્ધ છે. તેથી તીર્થયાત્રા માટે તમહારે જરૂર ત્યાં આવવું. જેથી તય્યારે કંઈ પણ ઉપકાર કરી અમે આપને દેવામાંથી છુટીએ. પરંતુ પ્રાણદાતાઓને ઉપકાર કરે બહુ દુષ્કર છે. ત્યારબાદ વિપ્ર બેલ્ય, હે ચોર ! આ બાળકને પિતાના માબાપનો જલદી મેળાપ થાય તેવી ગોઠવણુ હારે કરવી. જરૂર હું પહોંચાડી દઈશ એમ કહી ચોર ત્યાંથી વિદાય થયે. તેમજ સોની વિગેરે પણ પિતા પોતાના સ્થાનમાં ગયા. કેટલોક સમય વ્યતીત થયા બાદ તે વિપ્ર મથુરામાં ગયે.
અનેક પ્રકારનાં મનહર ફલ, પુષ્પના બાળકે કરેલ ભારથી નમી ગયેલાં સુંદર વૃક્ષે જેમાં ઉપકાર, રહેલાં છે એવા ઉદ્યાનની છાયામાં વિશ્રાંતિ
માટે તે બેઠે હતો. તેવામાં તેજ માળીને પુત્ર ત્યાં આવ્યો અને તે બ્રાહ્મણને જોઈ બહુ જ ખુશી થયે. પછી નમસ્કાર કરી નારંગી, કેળાં, દ્રાક્ષ, અને દાડિમ વિગેરે લાવીને તેને ફલાહાર કરાવ્યું, પછી ઉદ્યાનની અંદર પિતાના સ્થાનમાં તેને લઈ ગયે. ત્યારબાદ તેણે ચોરને ત્યાં બ્રાહ્મણના આગમનના સમાચાર મેકલાવ્યા. સમાચાર મળતાની સાથે ચોર પણ વિપ્ર પાસે આવે અને પ્રણામ કરી હેને એકાંતમાં લઈ ગયો. પછી રાજાની બહુ કિંમતી આભરણે ચેરીમાં
For Private And Personal Use Only