________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૪)
શ્રીસુપાર્શ્વનાચરિત્ર
ત્યાગ કરવા તે પણ મ્હારૂં મન કબુલ કરતું નથી. ગમે તેમ કરીને પણ સામાયિક લીધા વિના તેા નહી રહે. માટે ત્હારી શિખામણુ મ્હને લાગવાની નથી. એમ કહી ફરીથી પણ તે પેાતાના નિયમ ચલાવતા હતા. તેવામાં આયુષ પુર્ણ થવાથી કાળ કરી યાતિષિક દેવામાં ઉત્પન્ન થયા. અને ત્યાંથી ચ્યવી બહુ કાલ સંસાર ભ્રમણુ કરશે. હવે ધરણ શ્રાવકે બહુ સમય નિરતિચાર સામાયિક પાળીને વિધિ પુર્વક દેહને ત્યાગ કરી ઇશાન દેવલેાકમાં સુરેંદ્ર થયા. ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ચારિત્ર પાળી સિદ્ધ થશે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! સામાયિક વ્રત પાળવામાં નિરંતર તમારે યત્ન કરવા.
इति चतुर्थातिचारविपाके वरुणकथानकं समाप्तम् ॥
-**
सोमवकिनी कथा.
પાંચમસ્મૃતિવિહીનતાતિચાર.
દાનવિર્ય રાજા બહુ જીજ્ઞાસુ હાવાથી ફીથી પ્રશ્ન કર્યો, હું જગપાલક ! આપ સચરાચર પ્રાણીઓના ઉદ્ધારક છે. માટે કપા કરી હવે પાંચમા અતિચારનું લક્ષણુ દૃષ્ટાંત સહિત કહા. શ્રી સુપાર્શ્વ પ્રભુ મેલ્યા, હૈ ભૂપતિ ! જે ભવ્યાત્મા ચિત્તની શૂન્યતાને લીધે ગ્રહણ કરેલું સામાયિક શૂન્યચિત્તે પાળે છે તે શૂન્યદશામાં રહેલા સામ વિણકની માફક અલ્પ ફળ મેળવે છે. જેમકે-આ ભરત ક્ષેત્રમાં ગુરૂ (સદ્ગુરૂ) બુધ, (પડિત) શુક્ર (કવિએ) અને ચંદ્ર (બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય ) વડે વિરાજીત આકાશની માફક સુગ્નેશિત કાંપિલ્પ નામે નગર છે. પોતાના પરાક્રમ વડે સર્જે લેકમાં પ્રસિદ્ધ પામેલા જયપાલ નામે રાજા તેમાં રાજ્ય કરે છે. બહુ
For Private And Personal Use Only