________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરૂણુનીકયા.
(૧૩) બોલાવી લાવ, દ્વારપાલે તપાસ કરી જવાબ આપ્યો કે દેવ ! તે હાલમાં ત્યાં નથી. તેમજ તેના ચિત્તનું પણ ઠેકાણું નથી. તેથી તે પ્રસાદને લાયક નથી. રાજાએ કહ્યું હારું કહેવું સત્ય છે, કારણકે ક્ષણ માત્ર પણ તે ટકીને બેસતો નથી. ત્યારબાદ કેઈએ હેને સમાચાર આપ્યા કે આજે રાજા હને બોલાવતા હતા. ચારભટ બે ભાઈ! હું એક અગત્યના કાર્ય માટે ગયે હતે. એમ કહી પછી બે ત્રણ દિવસ સુધી તે સદેદિત રાજ પાસે બેસી રહ્યો, પણ તેનું ફલ કંઈ તેના જેવામાં આવ્યું નહીં. તેથી તે પાછા પ્રથમની માફક ગમનાગમન કરવા લાગ્યો. એક દિવસ ચારભટને મોહને કહ્યું કે બાંધવ ! રાજસેવામાં
તું નિયમસર રહેતા નથી હવે જે તે સ્થિર ચારભટને ચિતે નિરંતર લાગે રહીશ તે ત્વને સેવાનું બક્ષિસ, ફલ મળશે. ચારભટ બેલ્ય, આપણે સ્નેહ
અસાધારણ છે. તેને તું વિચાર કર. અને રાજને કઈક સમજાવ, જેથી મહારી ઉપર પ્રસન્ન થાય. હારા કહે વાથી જરૂર મહારૂં કામ થશે. ત્યારબાદ મોહને રાજાને જણાવ્યું, પ્રભે ! ચારભટ ઘણદિવસથી આપની સેવા કરે છે, માટે તેની ઉપર કંઈક પણ દયા કરવી જોઈએ. કારણકે તે બહુ દુ:ખી છે અને આપ દયા નહીં કરે તે તે બીજા કોને ત્યાં જશે? આ પ્રમાણે મેહનના આગ્રહથી ચારભટને પણ એક ગામ આપ્યું. માટે આ પ્રમાણે સમજીને હે વરૂણ? તું પણ સામાયિકમાં સ્થિર ચિત્ત ધ્યાન કર અને સામાયિક પાળવામાં અપ્રમાદી થઈશ તો સ્વર્ગ અને મોક્ષનું સુખ પણ તને સુલભ થશે. એમ કહી ધરણ મન રહ્યો. પછી વરૂણ બલ્ય લ્હારૂં કહેવું સત્ય છે. પરંતુ કર્મવશને લીધે હું સામાયિકમાં સ્થિર રહી શક્તા નથી. તે હવે મહારે શું કરવું? તેમાં હારે કેઈ ઉપાય ચાલતું નથી. તેમજ સામાયિકને
For Private And Personal Use Only