________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરૂણની કથા.
(૩૧૧) અર્થ—-“જે પુરૂષ નિયમ લઈને વ્યગ્રતાને લીધે સમ્યક પ્રકારે તેને પાળતું નથી તે બહુ દુઃખી થાય છે જેથી તેણે લીધેલા નિયમનું કંઈપણ ફલ મલતું નથી.” વળી અનવસ્થ ચિત્તે સા માયિક ગ્રહણ કરી જે પુરૂષ તેને સમય પૂરો થયા વિના સમાપ્ત કરે છે અથવા ઈચ્છા પ્રમાણે તેમાં અનાદરથી પ્રવૃત્તિ કરે છે તેનું સામાયિક અશુદ્ધ ગણાય છે. કારણકે ચિત્તની અવસ્થાને લીધે આ લોકનું કાર્ય પણ સિદ્ધ થતું નથી. તે ઉપર ચાર ભટ નામે ક્ષત્રિયનું દૃષ્ટાંત છે. શાલિગ્રામ નામે ગામમાં નામ પ્રમાણે ગુણવાન શરનામે એક
ક્ષત્રિય રહે છે. શ્રીમતી નામે યથાર્થ નામ ચારભટક્ષત્રિય. ધારક તેની સ્ત્રી છે. અને ચાર ભટ નામે
તેને એક પુત્ર છે. હવે તે વન વયમાં આ બે એટલે ભીમરાજાની નોકરીમાં રહ્યો. વળી ચાર ભટને એક મેહના નામે મિત્ર છે, તે પણ તેજ રાજાની સેવામાં રહ્યો અને ભેજનની પણ દરકાર કર્યા વગર રાજસેવામાં તત્પર થયે. હમેશાં સવારમાં ઉઠી તે બને મિત્ર રાજા પાસે હાજર થતા, તેમાં ચાર ભટને એવી ટેવ હતી કે ઘડીભર બેસી નમસ્કાર કરી ચાયે જતે, અને મેહન તે જ્યાં સુધી રાજા ભેજન કરી શયનગૃહમાં જાય ત્યાં સુધી તે રાજાની પાસે બેસતે, પછી ત્યાંથી ઉ. ઠીને બહાર જઈ ભજન કરીને ફરીથી પણ સમય પ્રમાણે રાજા પાસે હાજર થતે, આથી રાજા મોહનને તે પોતાની પાસે જ જોયા કરતો અને ચાર ભટ તે નિયમસર હાજર પણ થઈ શકો નહોતો. તેમજ કોઈ કાર્ય પ્રસંગે ચાલ્યા જાય અને વળી ફરીથી પાછા આવી જાય, એમ ગમન ગમનમાં દિવસ પુરે કરતે હતું. એ પ્રમાણે તે બને સેવકેનો તફાવત રાજાના જાણુવામાં આવી ગયે.
For Private And Personal Use Only