________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬)
શ્રી સુપાર્શ્વનાથસારત્ર.
પુત્રને મુનિના ચરણ કમલ પાસે લાવીને ભૂમિ ઉપર મૂક, જેથી તેમના ચરણ રજના સ્પર્શથી તેનું વિષ ઉતરી જશે. શ્રેષ્ઠીએ તે પ્રમાણે કર્યું, એટલે મુનીન્દ્રના પ્રભાવથી તેમજ વિદ્યારે ગુપ્ત સ્મરણ કરેલા વિષઘાતિ મંત્રના પ્રભાવથી સૂર્યના કિરણેથી તપેલા હિમની માફક તે વિષ વિલય પામ્યું. ત્યારબાદ નિદ્રામાંથી જાગ્રની માફક બેઠે થઈ મલયચંદ્ર બોલ્યો, તાત! આ બધા મનુળે કેમ અહીંયાં એકઠા થયા છે? વળી આ મુન કેણુ છે? તે સાંભળી તેના પિતાએ સર્વ વૃત્તાંત વિસ્તારપૂર્વક તેને કહી સંભળાવ્યું. એટલે મલયચંદ્ર ઉભું થઈ મુનીંદ્રના ચરણમાં નમસ્કાર કરી બે, હે સ્વામિન્ ? હું વિષધર નાગના દંશથી ઘેરાયેલું હતું, છતાં મહને આપે જીવિતદાન આપ્યું. મુનીંદ્ર બોલ્યા, અરે ! ધર્મવિમૂઢ! હારા એક સર્ષનું વિષ
નષ્ટ થયું. પરંતુ આઠ મદ સ્થાનરૂપી છે ફચારણમુનિને શુઓ જેની, રતિ અને અરતિરૂપી મહા ભય ઉપદેશ. કર છે જીલ્લાઓ જેની, હાસ તથા ભય રૂપી
જેની અતિ ભયંકર દંષ્ટ્રાઓ છે, અને જેના દંશથી આ જગતના જી અજ્ઞાનરૂપી વિષવડે મૂછિત થયા છતા પિતાનું પરમાર્થ કાર્ય કંઈ પણ જાણી શકતા નથી, એવા પ્રચંડ મેહરૂપી મહા સપના વિષથી હજુ તું ઘેરાયેલો છે. હવે જે પુર રૂષને મેહરૂપી સપે દંશ દીધેલો હોય તેને કઈ પણ પ્રકારે જે ગુરૂરાજને વેગ મળી આવે અને તેઓ ધર્મદેશનારૂપી અમૃતની ધારાઓ તેના પર સિંચન કરે તે પણ તે બરાબર સચેતન થતું નથી. વળી જે ઉપદેશરૂપી મંત્ર દાન તેના કાનમાં આપે તે તે મસ્તક ધુણાવે છે. પરંતુ તે સારી રીતે સાંભળતું નથી, તેમજ ભવિતવ્યતાના યોગે ઉત્કૃષ્ટ પુણ્યના પ્રભાવથી જ સદ્દગુરૂ રૂ૫ ગારૂડિકે આપેલે મંત્ર કોઈક ભવ્ય પ્રાણીના મેહરૂપી વિષને હઠાવે છે.
For Private And Personal Use Only