________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૪).
શ્રીસુપાર્શ્વનાથરિત્ર. મરી ગયે. તે જોઈ સ્વાર છે, હું આ ઘડો શા માટે માર્યો? નિપુણયક છે, હારા કહેવાથી મહે તે પાછો વાન્ય હતું. પરંતુ મહું માર્યો નથી. તે સાંભળી સ્વાર પણ ઝગડાની બુદ્ધિથી તેની પાછળ ચાલ્યું. પછી તે ત્રણે જણ નગરની નજીકમાં ગયા. એટલામાં સૂર્યાસ્ત થઈ ગયા. તેથી ત્યાં આગળ એક હેટે વડ હતું તેની ઉપર વ્યાધ્રાદિકના ભયથી તેઓ ચઢીને સુઈ ગયા. ત્યારપછી ત્યાં નટ લેકનું એક ટેળું આવ્યું. તે પણ તેજ વડની નીચે સુઈ ગયું. હવે નિપુણ્યકને ચિંતાને લીધે નિદ્રા આવી નહીં. તેથી તે
વિચાર કરવા લાગ્યું. અરે આ બને નિપૂણયકને જણ મહારી પાછળ લાગ્યા છે. આ લોકેપશ્ચાત્તાપ. માંથી હું જીવતે કેવી રીતે છુટીશ? માટે
કઠે પાશ નાંખી મરવું એજ ઉત્તમ છે. એમ નિશ્ચય કરી પિતાના ઓઢવાના વસ્ત્રને પાશ કરી વડના ડાળાએ પોતાને દેહ લટકતો મૂક્યું. પરંતુ વસ્ત્ર જીર્ણ અને શરીર ભારે તેથી વસ્ત્ર ત્રટ દઈને તુટી ગયું, તેથી તેની નીચે નટના ટોળાના અધિપતિની સ્ત્રી સુઈ રહી હતી તેની ઉપર તે પડયો. હેના ભારથી દબાઈને તત્કાળ તે નટી મરી ગઈ. પરંતુ નિપુણ્યકને કિંચિત્ માત્ર પણ અડચણ આવી નહીં. પછી નટીને પતિ નિપુણ્યકને કહેવા લાગ્યો. રે દુષ્ટ ! પાપી ! હારી સ્ત્રીને હું શા માટે મારી? નિપુણ્યક બે, હારી સ્ત્રીને મારવા માટે આ હારૂં કર્તવ્ય નહોતું. પરંતુ આ બન્નેના ભયને લીધે મહારા મરણ માટે મહેં આ સાહસ કર્યું હતું. વળી બળદ અને અશ્વ માટે આ બન્ને હારી પાછળ લાગ્યા છે. તેવી રીતે તું પણ ત્રીજે ચાલ, પ્રભાતમાં મંત્રી પાસે જે ન્યાય થશે તે પ્રમાણે હારૂં પણ સમાધાન થશે.
For Private And Personal Use Only