________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાગદત્તની કથા.
(૨૮૭) તેમજ રથ યાત્રા પ્રવર્તાવે છે. અને સાધર્મિક વાત્સલ્ય કરે છે, એ પ્રમાણે ધર્મપ્રવૃત્તિમાં કેટલાક સમય ગયે, કદાચિત્ કુમાર કેઈક વિધિ રાજાને જીતવા માટે ચઢાઈ કરી જ હતા, તેવામાં રસ્તે ચાલતાં કેઈક યક્ષે ઉજજડ કરેલું એક મહેસું નગર આવ્યું. ત્યાં તેણે મુકામ કર્યો. ત્યારે કેઈક પુરૂષ ત્યાં આવી કુમારને વિનતિ કરી કહ્યું કે, હે રાજન! અહીં તહારે રહેવા જેવું નથી. માટે વેલાસર અહીંથી બીજે ઠેકાણે ચાલ્યા જાઓ! કારણકે અહીં કે રાત્રીએ રહી શકતું નથી. રાજા છે. આજે ચાદશ છે માટે અહીંજ હારે રહેવું પડશે. બીજે જઈ શકાય તેમ નથી. એમ કહી રાજા યક્ષના મંદિરમાં સામાયિક લઈ મંદિરનાં દ્વાર બંધ કરી સ્વાધ્યાય કરવા લાગ્યા. તેજ યક્ષના મંદિરમાં સુંદર શણગારોથી વિભૂષિત વેગવતી
રાણું તેની દષ્ટિગોચર થઈ અને તે કહેવા નગરવાસીયક્ષ લાગી કે હે સ્વામિન ! મને દુઃખી મૂકીને
આપ અહીં અરણ્યમાં કેમ નાશી આવ્યા છે ? આપના વિરહથી હારું હૃદય તત ફાટી જાય છે તે આપ જાણતા નથી ? તે સાંભળી રાજા વિશેષ પ્રકારે વૈરાગ્ય જનક કુલક ગણવા લાગ્યા. ત્યારબાદ વેગવતી બેલી, હા! દયિત! હાલ મહને પ્રત્યુત્તર આપે. સમસ્ત અંગોપાંગમાં વ્યાપી રહેલે અપૂર્વ સ્નેહ આપના હૃદયમાંથી ક્ષણમાત્રમાં કેમ ન થયે? વળી આપને વિરહ મહારા હૃદયને બહુ પીડે છે, શરીરને બાળી નાંખે છે, તેમજ સર્વાગે રણુરણુટ ઉત્પન્ન કરે છે. માટે તે સ્વામિન્ ! હવે આ આડંબર છેડી દે. જેથી આ હારું દુ:ખ પલાયન થાય. તે કોઈ પણ ઉપાય કરે. મહા પુરૂષે દુખી જને ઉપર દયાલુ હોય છે. રાજા વિચાર કરવા લાગ્યા. કંઈ પણ ઉત્પન્ન થએલે આ અચિંત્ય ભય અક્ષયનિધિ
For Private And Personal Use Only