________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર,
વ્રતમાં રહેલા ભવ્યાત્માઓની શત્રુ, મિત્ર, સામાયિકનું તૃણ, મણિ અને સુવર્ણમાં સમાન બુદ્ધિ
તૃણ, મણિ અને સુવર્ણ મા સર લક્ષણ. થાય, તે સામાયિક નામે પ્રથમ શિક્ષાવ્રત
કહેવાય. વળી જે સામાયિક વ્રતમાં ધનાદિક પરિગ્રહ, ઘર, અને સ્ત્રી સહિત હય, તેમજ દેશવિરત હય, તે પણ તે મનુષ્ય મુનિની ઉપમાને ધારણ કરે છે. તેમાં વિશેષ અમે શું કહીએ ? સામાયિકમાં રહેલા પ્રાણીઓના જેમ જેમ વિશુદ્ધ પરિણામ થાય છે, તેમ તેમ અનેક ભવમાં ઉપાર્જન કરેલાં કર્મ ક્ષીણ થાય છે. વળી માનસરોવર સ્વાભાવિક જેમ વિશુદ્ધ હોય છે, પરંતુ મહિષાદિ (પાડા) વડે તે જેમ ડોળાઈ જાય છે, તેમ સામાયિક વ્રત પણ અતિચારોવડે દૂષિત થાય છે. નાગદત્ત બે હે ભગવન તે અતિચારેનું સ્વરૂપ અમને સંભળાવે. ગુરૂ મહા રાજ બોલ્યા, મન, વચન, અને કાયાનું અનવસ્થિતપણું, દુર્ગાન, તેમજ સામાયિક કર્યું કે નથી કર્યું એ પ્રમાણે સંશય કરો તે પાંચ અતિચાર કહ્યા છે. આ પ્રમાણે સામાયિકનું યથાર્થ સ્વરૂપ સમજી કુમાર સૂરિ સમક્ષ અષ્ટમી ચતુર્દશીના દિવસે જરૂર મહારે સામાયિક લેવું એમ પ્રતિજ્ઞા કરી ગુરૂ મહારાજને વંદન કરી પિતાને ઘેર ગયે. અને જૈન ધર્મમાં નિમગ્ન થઈ મિત્ર સાથે સમય વ્યતીત કરે છે. અન્યદા મલયકેતુ રાજાની ચાર કન્યાઓ ત્યાં આવી,
ઉત્તમ મુહૂર્તમાં કુમારે તેઓની સાથે લગ્ન મલયકેતુની કર્યું. પછી તે નાગદત્ત પાંચ સ્ત્રીઓ સાથે કન્યાઓ, પાંચ પ્રકારના ભેગ અનુભવતો હતો, તેના
પિતાએ પોતાને મરણ સમય નજીક જાણું પિતાના સ્થાને કુમારને સ્થાપન કર્યો. હવે મિત્ર સહિત કુમાર ધર્મમાં પ્રવૃત્ત થઈ સર્વત્ર દેશમાં જીન મંદિરો બંધાવે છે.
For Private And Personal Use Only