________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાગદત્તની કથા.
(૨૮૧) અર્થ–“ નીચા ભાગમાંથી સિનગ્ધ અને લીલા ઘાસવાળા ઉચા પ્રદેશમાં મૃગલે જાય તે, ભવિષ્યમાં ઉત્તમ લક્ષ્મી તથા સત્સમાગ થાય એમ સૂચવે છે. વળી હષ્ટ થઈ મૈથુનમાં આસક્ત થયેલા મુગલાઓ માર્ગમાં દષ્ટિગોચર થાય તો, અલ્પ સમયમાં લાભ થાય એમાં સંદેહ નહીં. સંકીર્તન માત્રથી “ડુક્કર” પ્રયાણદિકમાં શુભદાયક થાય છે. અને કાદવમાંથી નીકળી તુષ્ટ થયેલ જે તે નજરે પડે તે તત્કાલ સિદ્ધિદાયક થાય છે. પ્રયાણ કર્તાની દક્ષિણ બાજુમાંથી વામ ભાગમાં જે શિયાળ નીકળે તે તેના દરેક ધારેલા વિચારે સિદ્ધ થાય છે. તેમજ પ્રયાણ સમયે દક્ષિણ ભાગમાં જે તેતર પક્ષી જોવામાં આવે તે તે સિદ્ધિજનક થાય છે, અને કિધુ એમ મધુર સ્વરે ત્રણવાર જે બોલે તે બહુ શ્રેષ્ઠ ગણાય છે.”
આ પ્રમાણે ઉત્તમ શકુનેવિડે બહુ ખુશી થઈ નયચંદ્ર સહિત કુમાર આગળ ચાલ્યા જાય છે, તેટલામાં હાથી પોતાની મર્યાદા છોડી ઉદ્ધતપણે ચાલવા લાગ્યો. તીક્ષણ એવા અંકુશને પણુ ગણતું નથી. તેમજ અન્ય પ્રહારે પણ તેને રોકવા સમર્થ થયા નહીં. અને સ્વેચ્છા પ્રમાણે પલાયન થયે. છેવટે પરિજન પણ થાકીને ઉભે રહો. હસ્તી મધ્ય જંગલમાં નીકળી ગયે. એવામાં એક મહટે વડ આવ્યો. તેની સુંદર છાયામાં બહુ પરિશ્રમને લીધે તે હસ્તી ઉભો રહ્યો. ત્યાં મંત્રી સહિત કુમારે વિલાપ કરતી કંઈક સ્ત્રીને કરૂણ શબ્દ સાંભળે. પછી તરત જ તે બન્ને હાથી ઉપરથી નીચે ઉતરી તે સ્ત્રીની શોધ માટે ડાક માગે ગયા, તેટલામાં એક સ્ત્રીની આગળ તીવ્ર ખર્ષ ઉગામીને ઉભેલે એક ખેચર તેમના જેવામાં આવ્યું. અને તે બેચર સ્ત્રીની આગળ ધમકી આપી કહેતે હતું કે, મહારી સાથે તું લગ્ન કર ! અથવા ઈષ્ટદેવનું સ્મરણ કર. ત્યારે તે સ્ત્રી બેલી, રે દુષ્ટ ! તારા ભયને લીધે
For Private And Personal Use Only