________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાગદત્તની કથા.
(૨૭૭).
नागदत्तकुमारनी कथा.
સામાયિકવ્રત. દાનવીર્ય રાજા -કૃપાસાગર! ગુણવતને અધિકાર સાંભળી મને બહુ આનંદ થયે. હવે સામાયિક વ્રતને અધિકાર સાંભળવાની ઈચ્છા છે. શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા,-હે રાજન ! સાવદ્ય વેગને પ્રતિપક્ષી એવા સામાયિક વ્રતને જે પુરૂષ ધારણ કરે છે તે નાગદત્ત કુમારની પેઠે પરમ સુખ મેળવે છે. બહુ ઉન્નત જીન મંદિરના શિખરેને લીધે સૂર્યના રથના
ઘડાઓની ગતિ જેમાં અટકી પડી છે, એવું નાગદત્ત- સિંહપુર નામે નગર આ ભરત ક્ષેત્રમાં
પ્રસિદ્ધ છે. તેમાં મોટા મલ્યોને જીતવામાં બહુ દક્ષ રિપુમહલ નામે રાજા છે. વળી પ્રેમ સંપત્તિનું મુખ્ય મંદિર વસુમતિ નામે તેની સ્ત્રી છે. એક દિવસ તે સુખ શામાં નિંદ્રાવશ થઈ હતી તેવામાં પરોઢીએ સ્વપ્નમાં દેદિપ્યમાન મણિ રત્નની વિકસ્વર કાંતિથી મનેહર, એવી ફણુએ વડે સુશોભિત સર્ષને જોઈ તત્કાલ તે જાગ્રત થઈ, અને પિતાના સ્વામિને સ્વપ્ન વૃત્તાંત નિવેદન કર્યું. રાજા બે-હેપ્રિય પત્નિ! જરૂર હને સત્ પુત્રને લાભ થશે, એ આ સ્વપનને પ્રભાવ. છે. વળી તે પુત્ર એક છત્રધર થઈ અખિલ ભૂમંડલનું રાજ્ય કરશે. રાણી બોલી હે સ્વામિન આપનું વચન સત્ય થાઓ ! તેજ દિવસે દેવીને ગર્ભ રહ્યો. અને પૂર્ણ સમયે શુભ લગ્નમાં પુત્ર જન્મે. સર્વપ્નના અનુસાર મહોત્સવ પૂર્વક નાગદત્ત એ પ્રમાણે ગુરૂ જનેએ તેનું નામ પાડયું. ત્યાર બાદ અનુક્રમે પ્રતિ દિવસ વૃદ્ધિ પામતા નાગદત્ત કલાચાર્યની પાસે સમગ્ર કલાઓને.
For Private And Personal Use Only