________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૬)
શ્રીસુપાશ્વનાથચરિત્ર. નથી. એમ સાંભળી મૂલદેવ બે, આ લોકો પોતાનાં શરદ ધારણ કરે તેટલીવાર તમે શાંત થાઓ. એમ કહ્યું તે પણ તેઓ ઝપાટાબંધ પ્રહાર કરવા મંડી પડ્યા. પછી તેમાંથી પણ જેઓ સમર્થ હતા તેઓ વૈરિના હામા થઈ ગયા. આ પ્રમાણે બન્નેનું પરસ્પર યુદ્ધ ચાલ્યું. એટલે મૂલદેવના સેવકોએ કહ્યું કે, હે સ્વામિન્ ? વેલાસર તમે ઘેર ચાલ્યા જાઓ, અહીં રહેવાનું કંઈ કારણ નથી. તે પણ મૂલદેવને જેવાને બહુ રસ લાગ્યા. તેથી ત્યાં ઉભો રહીને જેતે હતું તેવામાં કોઈએ ઘેરી ઉપર બહુ જેસથી મારેલ બાણ મૂલદેવના શરીરે ચૂંટવાથી તત્કાલ તે મરણ પામ્યું. અને ત્રીજું ગુણવ્રત કલંકિત કરવાથી પાંચમા અતિચાર વડે ભયંકર ભવ ભ્રમણ કરી અન્ય ભવમાં મોક્ષપદ પામશે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! જેઓ અનર્થ દંડને ત્યાગ કરી સદાકાલ ધમસેવન કરે છે તેઓને ધન્ય છે. વળી તેઓને વારંવાર નમસ્કાર, અને તેઓનેજ મનુષ્ય ભવ સફલ છે. તેમજ સમગ્ર અનર્થનું મૂલ કારણ, શુદ્ધ ધર્મને કટ્ટો દુશ્મન અને મહા દંડ રૂપ એવો અનર્થ દંડ ક્ષણ માત્ર પણ સેવ નહીં. इतितृतीयगुणव्रते पञ्चमातिचारविपाके मूलदेवकथानकं समाप्तम्। तत्समाप्तौ श्रीमल्लक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वनाथजिनचरित्रस्य श्रीसकलसुरिपुरन्दरायमाणपरमगुरुतपागच्छाधिराजशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमबुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेति लब्धख्याति, व्याख्यानकोविद जैनाचार्य श्रीमद अजितसागरसूरिकृतगुर्जरभाषानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्तातिचारव्याख्योपेतं अनर्थदंडनामतृतीयगुणव्रतं समाप्तम् ॥
For Private And Personal Use Only