________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૪)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. વાળી હતી, આ વાત તેણીના જાણવામાં હેનનેઉપદેશ. આવી એટલે તેણીએ મૂળદેવને કહ્યું કે
હે બંધુ! આ અનુચિત કાર્ય હને ઘટતું નથી, વળી ધનની પાયમાલી થાય છે તે તે હારા હિસાબમાં નથી, પરંતુ પાપથી કેમ ડરતે નથી? તેમજ કહ્યું છે કે –
___ अठ्ठाए तं न बंधइ, जमणठाए अ बंधए जीवो । ____ अढे कालाईया, नियामया न उ अणठ्ठाए ।।
અર્થ–આ સંસારમાં પ્રાણી અનર્થ માટે જેટલું કર્મ બાંધે છે, તેટલું અર્થ માટે બાંધતે નથી, કારણ કે અર્થમાં કાલાદિક કારણે નિયામક થાય છે અને અનર્થમાં તેઓ નિયામક થતા નથી. મૂલદેવ બોલ્યા, હેન! દરેક પિતપોતાની સ્થિતિ જાણે એ વાત સત્ય છે. કૃપણ શિરેમણે એવા હારા બહેરીને ત્યાં કઈ દિવસ કાગડે પણ ઉડતા નથી, તેવી રીતે હારે ઘેર નહીં થાય. વળી હારે ત્યાં તુચ્છ ભેજનાદિક વ્યવહાર પણ કોઈ દિવસ ચાલશે નહીં. હારા પતિને ઘેર લેક ભુખે મરે છે. તેમજ ઘરનાં માણસો પણ વખતસર ધાન ભેગાં થતાં નથી. તે વાસી ભાત વિગેરે પડી રહેવાની તે વાત જ શી ? આ પ્રમાણે સાંભળી સેવક લેકે તેની રૂબરૂ લેકે આગળ કહે છે કે, અમારે સ્વામી મુલદેવ તે ભેજનને સમુદ્ર છે. એમના જે ઉદાર અમે કેઈને દેખતા નથી. કારણ કે અન્ય લોકોને પોતાનું ઉદર પોષણ કરવું પણ મુશ્કેલ થઈ પડે છે. એ પ્રમાણે પિતાના સેવકોનાં વચન સાંભળી બહુ ખુશી થઈ મૂલદેવ બેલ્યો, બહેન! હવે કઈ દૈિવસ પણ હુને ત્યારે આવી શિખામણ આપવી નહીં. વળી હમેશા બહુ છૂટથી આપ-લે કરતાં હારા દિવસે આને દમાં ચાલ્યા જાય છે. ક્ષણ માત્રમાં દુષ્ટ અને નષ્ટ એવા વૈભવનું ફલ માત્ર એટલું જ છે કે, સ્વજન પરિવારનું સદૈવ પિષણ કરવામાં આવે. એમ સાંભળી તેની બહેન મન કરી બેસી રહી.
For Private And Personal Use Only