________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭ર).
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર પ્રભાતમાં વિરપુરૂષોને બોલાવી વિલાસવતી વારાંગનાના સમાચાર પૂછ્યા, એટલે તેઓએ જવાબમાં જણાવ્યું કે હાલમાં તે નામની વેશ્યા અહીં છે નહીં. ત્યારબાદ તેની શોધ માટે વીરવિલાસ પોતે જ તે વેશ્યાઓના પાડામાં ગયે. અને તેઓને પૂછવા લાગ્યો કે વિલાસવતી કયાં ગઈ? પ્રથમ આ ઘરમાં તે રહેતી હતી એમ નિ. શાની પૂર્વક કહી તેણે તે ઘરમાં પ્રવેશ કર્યો અને અંદર જોયું તે જેણીનું મસ્તક નમી ગયેલું છે, હાથમાં લાકડીને ટેકે દેઈ ઉભી રહેલી, સેંકડો વલીયાં (કરચલીઓ)થી શરીર પૂરાઈ ગયેલું, ચં. દ્રના કિરણ સમાન વેત કેશને ધારણ કરતી, શરીરે લેશમાત્ર પણ લાવણ્ય તે હતું જ નહીં, મુખમાંથી લાળ નીતરતી હતી, તેમ મુખની અંદર દાંત તો દેખાતા નહતા, જેના સ્તન લબડતા હોવાથી છાતીને લજવતા હતા, જેનાં નેત્ર મળથી દૂષિત થવાથી વિલક્ષણ લાગતાં હતાં એવી એક વૃદ્ધ સ્ત્રી તેની નજરે પડી. તેને વિલાસવતીના સમાચાર પૂછયા. વૃદ્ધ સ્ત્રી બેલી ભાઈ? ત્યારે તેનું શું કામ છે? વીરવિલાસે પોતાનું સત્ય વૃત્તાંત જણાવ્યું એટલે તે બેલી, તું જેની ઈચ્છા કરે છે તે જ હું પિતે છું. હવે તે હાડકાંના ઉકરડા સમાન હું થઈ ગઈ છું. એમ વજા પાત સમાન તેનું વચન સાંભળી વીરવિલાસ હૃદયમાં ચિંતવવા લાગ્યો, અરે? મહારા સર્વ વિલાસ નષ્ટ થયા. અહ? દેવગતિ બળવાન છે. કરેલો પ્રયાસ
વ્યર્થ થયે, પિતાનું ચિંતવેલું સિદ્ધ થતું નથી, કોઈપણ કર્મના ઉદયને લીધે આ સ્થિતિમાં હું આવી પડ્યો, એમ વિચાર કરતાં તેના હદયમાં અત્યંત વૈરાગ્યભાવ પ્રગટ થયા. ફરીથી તે ચિંતવવા લાગ્યું કે સ્વાભાવિક ચંચળ એવા આ વનને ધિક્કાર છે. કારણ કે જેને જોઈ હું રાગી થયે હતું તેની આજે આ સ્થિતિ આવી પડી છે. વળી જેના સરલ, ચંચળ અને ઉજ્વળ એવા જે કટાક્ષ વિક્ષેપ તરૂણ જનોના હૃદયને ચેરતા હતા તેઓ નેત્ર
For Private And Personal Use Only