________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂળદેવનીકથા.
(209)
માનીશ. એમ ત્હારા સ્વામીને કહેવું. સેવકે આવીને પોતાના શેઠને સર્વ હકીકત કહી, તે પ્રમાણે સાંભળી તેણે જાણ્યુ કે હાથી આપ્યા શિવાય તેના સમાગમ થવાના નથી એમ નક્કી કરી તેની ઉપર બહુ આસક્તિને લીધે વીરવિલાસ તત્કાળ હસ્તીઓની શેાધ માટે વિધ્યાટવીમાં ગયેા. “ અહા ? રાગાંધ પુરૂષો સ્ત્રીએ માટે શું નથી કરતા ? ” તેમજ શાસ્ત્રમાં પણ કહ્યુ છે કે~~
यद्गायन्ति च वादयन्ति च नुणां नृत्यंति चाग्रे सदा,
नीचानामपि चित्रचाटुरचनास्तोत्राणि कुर्वन्ति च ॥ आरोहन्ति च रोहणाद्रिशिखरं क्रामन्ति चाम्भोनिधिं, मर्त्यास्तत्र निमित्तमुत्तमतमा मत्तेभकुम्भस्तनी ॥ १ ॥ अपहृतहृदयानां कामिनां कामिनीभिः,
किमिह भवति कामं दुष्करं ह्रीकरश्च ॥
वहति शिरसि गङ्गां शङ्करो दानवारिः,
पुनरुरसि सलीलां लोलनीलोत्पलाक्षीम् ॥ २ ॥
અર્થ - મનુષ્યે। જે લેાકેાની આગળ હમ્મેશાં નૃત્ય, ગીત
-
અને વાદ્ય વગાડે છે, નીચ પુરૂષાની પણ મધુર વચનેાવડે સ્તુતિ કરે છે, રાહુણાચલના શિખર ઉપર આરૂઢ થાય છે. અને સમુદ્ર ગમન પણ કરે છે તેમાં મુખ્ય કારણ સ્ત્રી ગણાય છે.
""
“યુવતિઓએ હરણ કર્યું છે હૃદય જેમનુ એવા કામિ પુરૂષાને આ જગમાં અત્યંત દુષ્કર અને લજ્જાકારક શુ છે ? અર્થાત કંઈ નથી. કારણ કે શંકર ગંગાને મસ્તકમાં ધારણ કરે છે, વળી કૃષ્ણે વિલાસવતી લક્ષ્મીને વક્ષ સ્થળમાં વહન કરે છે.
""
પશ્ચાત્તાપ પૂ ક વૈરાગ્ય.
વીવિલાસ શ્રેષ્ઠી અનુક્રમે વિધ્યાચળમાં જઇ પહોંચ્યા અને શોધ કરતાં બહુ વર્ષે ઉત્તમ હસ્તીઓ મેળવ્યા. પછી ત્યાંથી હસ્તીઓને લઈ પેાતાની નગરીમાં પ્રવેશ કર્યો અને પેાતાને ઘેર ગયા.
For Private And Personal Use Only