________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૦ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. દેહની પણ અપેક્ષા છેડી દઈ આવી દુશ્ચર તપશ્ચર્યા કરે છે? મુનીંદ્ર બેલ્યા અનેક દુઃખના નિધાનભૂત આ સંસારમાં વૈરાગ્યનું કારણ ન હોય તેવી કઈ પણ વસ્તુ નથી. વળી તું તેિજ વિચાર કર. રાગી પુરૂષને જે જે રાગજનક દેખાય છે તે દરેક પદાર્થ વિવેકી પુરૂષને વૈરાગ્ય જનક દેખાય છે. જેમ પિતાનું શરીર કેવલ અશુચિથી ભરેલું છે છતાં પણ મૂઢ પુરૂષે મેહ બુદ્ધિવડે તેને સુંદર જાણે છે. તેમજ દરેક વસ્તુને પણ સુંદરપણે જુએ છે. પરંતુ વસ્તુત: સુખરહિત અને પોતાની બુદ્ધિવડે કલ્પિત સુખમય એવા આ સંસાર ઉપર ખરા પંડિતની અરૂચિ હોય છે. વળી તે વૈરાગ્ય ભાવના કારણે શિવાય ઉત્પન્ન થતી નથી. માટે હે શ્રદ્ધાલ! હારા વૈરાગ્યનું નિમિત્ત કારણ તું સાંભળ. અવંતીદેશમાં ઉજજયની નામે બહુ સુંદર નગરી છે. તેમાં
મનહર લાવણયનું મુખ્ય સ્થાન અને વૈરાગ્યકારણ. ઉત્તમ વનને લીધે સુંદર રૂપવડે અદ્ભુત
વિલાસવાળી વિલાસવતી નામે વેશ્યા છે. રતિના નેત્રોજનની સળી હેયને શું? એમ જેની વેણ રૂપી લતા નવીન અંજનના પુંજ સમાન સુંદર શોભે છે. વળી નિરંતર ધનુષ ખેંચવાથી બહુ થાકી ગયેલા કામદેવને જગતને વિજય કરવા માટે સજેલી તે વેશ્યાને હસ્તમલી સમાન હું માનું છું. તેમજ તે નગરીમાં હમેશાં ભેગી, ત્યાગી, વિદ્વાન અને બહુ ધનવાનું વીરવિલાસ નામે શ્રેષ્ઠી રહે છે. હવે એક દિવસ બહુ પરિજન સહિત રથમાં બેસી બજારમાં જતી તે વિલાસવતી વેશ્યા વીરવિલાસના જોવામાં આવી. તેથી તેનું ચિત્ત વિલાસવતી તરફ દોરાયું. પછી તેણે એક રાત્રીના સમાગમ માટે સો સોનિયા આપી પિતાના માણસને તેની પાસે મેકલ્ય. વિલાસવતીએ કહ્યું કે એક રાત્રી માટે મહને મદેન્મત્ત હસ્તી આપી હોય તે હું ત્યાં
For Private And Personal Use Only