________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્લભનીકથા.
(૨૬૫) દુઃખના સ્થાનભૂત આ ગૃહસ્થાશ્રમને ત્યાગ કરી કોઈપણું વિશેષ વ્રતને સ્વીકાર કરો. અને હવેથી હારી માતા વિગેરે સ્વજન વર્ગનું પાલન પોષણ ત્યારે કરવું. વળી દીનજને ઉપર દયા રાખવી, જેથી ત્યારે દ્રવ્યને ટેટે રહેશે નહીં. પુત્ર છે, હે તાત! આપ તેની પાસે વ્રત ગ્રહણ કરવા ધારો છે ? પિતા બલ્ય, ઘેરથી નીકળ્યા બાદ જેઓ મળશે તેમની પાસે લઈશું. એમ કેટલીક વાતચીત કરી પુત્ર સાથે શ્રેષ્ઠી નગરની બહાર ગયે. તેટલામાં ત્યાં મહાજ્ઞાની સુસ્થિત આચાર્ય સન્મુખ આવતા હતા. તેમની આગળ જઈ શ્રેષ્ઠી વંદન કરી બોલ્યા, હે ભગવાન્ ! કૃપા કરી મહને જૈન દીક્ષા આપે, ત્યારબાદ આ ચાર્ય મહારાજ ત્યાંથી જૈનમંદિરમાં ગયા. અને પ્રભાવના પૂર્વક વિધિ સહિત શ્રેષ્ઠીને દીક્ષા આપી. પછી નવિન દિક્ષીત થયેલા સાગરદન મુનિએ વિધિ પ્રમાણે બન્ને પ્રકારની શિક્ષા–સમાચારી ગુરૂમુખથી ગ્રહણ કરી. ત્યારપછી ચોખ્ય સમયે અપૂર્વ એવી એકાકી વિહાર પ્રતિમાને સ્વીકાર કરી હું ભવ્ય જીને પ્રતિબોધ આપું છું; હે સુભગ ! તે ચરે સુવર્ણ આપનાર જે મુનિ કહ્યા હતા તેજ હું પોતે છું. આ પ્રમાણે મુનિનું ચરિત્ર સાંભળી દુભિને વૈરાગ્ય ભાવના
પ્રગટ થઈ અને તે બોલ્યા, હે ભગવાન ! દુર્લભને પ્રમાદ. શ્રાવકધર્મને ઉપદેશ આપી સંસાર સાગરમાં
થી વ્હારે આપ ઉદ્ધાર કરો. ત્યારબાદ મુનિએ બાર પ્રકારના શ્રાવક ધર્મને ઉપદેશ આપે. જેથી દુર્લભે વિધિપૂર્વક તેને સ્વીકાર કર્યો. અને પોતાને ઘેર ગયે. બીજે દિવસે પતાના પિતાને પણ ગુરૂ પાસે લઈ ગયે. અને તેમને પણ શ્રાવકધર્મ અપાવ્યું. ત્યારબાદ પિતા પુત્ર બને જણ ઉપયોગ સહિત પ્રયત્ન પૂર્વક ધર્મ પાલન કરે છે. પછી કેટલાક સમય વ્યતીત થતાં
For Private And Personal Use Only