________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬ર)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. વિગેરે ઉત્તમ પદાર્થો લઈ ઉદ્યાનમાં ગયે. તેમજ પિતાની સાથે નગરના સર્વ ગાયકને પણ લાવી ગયે, ત્યાં જઈ બહુ આનંદ પૂર્વક ઉત્તમ વસ્ત્ર, ભેજનાદિક વડે સર્વ લેકેને સંતુષ્ટ કર્યો. યાચક, અનાથાદિકને પણ ઈચ્છા પ્રમાણે ખુશી કર્યો. તેથી તેઓ પણ પ્રસન્ન થઈ કણ રાજા સમાન દાની તરીકે તેનું વર્ણન કરવા લાગ્યા. ત્યારબાદ તે કાર્પેટિકની લેકમાં બહુ પ્રસિદ્ધિ થઈ. તે વાત
સાગદત્તના જાણવામાં આવી. કે તરતજ સાગરદનને તેને સંદેહ છે કે મારું ધન તે તે સ્થાને પશ્ચાત્તાપ. નમાંથી એણે નહીં લીધું હોય ? વળી તેમ
પણ બનવા જેવો સંભવ છે. કારણકે તે વખતે તે કાર્પટિક શ્વાસ રોકીને પડયે હતે. એમ વિચાર કરતા સાગરદત્ત તે ધૂર્તને જોવા માટે ત્યાં ગયે. કુંકુમ ચંદનના લેપથી પિંજરવર્ણવાળે, વેશ્યાઓના સમાગમમાં પડેલે, અને નાક, કાન તથા એકને વસ્ત્રવડે જેણે ગુપ્ત રાખેલા છે એવા તે કાર્પેટિકને જોઈ પોતે ચિંતવવા લાગ્યું કે, જે ધન દુઃખથી મેળવવામાં આવે છે, તે દુઃખથીજ ભેગવાય છે. અને તે ચાર ચટાઓને ભેગ્ય થઈ પડે છે. એમ વિચાર કરી શ્રેષ્ઠી સ્મશાનમાં ગયે. અને દ્રવ્ય રહિત ખાડાઓ જોઈ બહુ વિલાપ કરવા લાગે. હા ! દેવ! હે કઈ દિવસ દુરાચાર સેવ્ય નથી, છતાં મંદ પુન્યવાળા મહારા ધનને નાશ શાથી થયો ? વળી જે ધર્મ માર્ગમાં આ દ્રવ્ય વાપર્યું હોત તો આ સ્થિતિ આવત નહીં. તે જ પ્રમાણે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે
दानं भोगोनाश-स्तिस्रोगतयो भवन्ति वित्तस्य । यो न ददाति न भुङ्क्ते. तस्य तृतीया गतिर्भवति ।। અર્થ–“દાન, ભેગ અને નાશ એમ દ્રવ્યની ત્રણ પ્રકારની
For Private And Personal Use Only