________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૪)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. પાસેથી મહારા માટે એક સુંદર અલંકાર લાવજે. જેથી હું સર્વ દેવાંગનાઓમાં અધિક અલંકારવાળી શોભાપાત્ર ગણાઉં. રાજાએ તત્કાલ મંત્રીઓને બોલાવી હુકમ કર્યો કે, રાણીના
કહ્યા પ્રમાણે આ સંદેશહારક પુરૂષને જલરાજાને હુકમ, દી આભૂષણ આપે ! મંત્રીઓએ વિચાર
જ કરી રાજાના દેખતાં સુંદર અલંકાર આપી ત્યાંથી તેને વિદાય કર્યો. ત્યારબાદ તેને પકડીને કેટલાક દિવસ સુધી મંત્રીઓએ પોતાના ભંડારમાં ગુપ્ત રાખે. ફરીથી પણ તેવીજ રીતે તે પુરૂષ કંઈક આભરણદિક લઈ જાય છે અને પાછા આવે છે એમ રાજાને વખત ગુમાવે છે. હવે આ વૃત્તાંત કોઈક ધુના જાણવામાં આવ્યું અને તેણે જોયું કે ધન મેળવવાને આ ઉપાય બહુ સારો છે. આ ઘાટ ફરીથી મળશે દુર્લભ છે. એમ સમજી ભેજપત્રના આકારે એક સેનાનું પડ્યું બનાવરાવ્યું, તેમાં અક્ષર કેતરીને સુગંધમય કસ્તુરીના રસથી તેઓ ભરી કાઢયા. પછી લેખની માફક ગુપ્ત લપેટી રાજા પાસે જઈને તેણે કહ્યું કે, હું લેખવાહક છું અને સ્વર્ગમાંથી લક્ષ્મી રાણીએ મહને મોકલ્યા છે. તે સાંભળી રાજા બહુ ખુશી થયે, અને તે લેખ પોતાના હાથમાં લઈ વિચાર કરવા લાગ્યા. જરૂર આ સ્વર્ગનું ભેજપત્ર છે. વળી શાહી પણ મટ્યલેકની નથી. એમ નક્કી કરી તે બે, મહારી પ્રાણપ્રિયા સુખી છે? લેખવાહક બે, હે નરેશ્વર! સ્વર્ગલોકમાં દેવીને આનંદ હાય એમાં શું આશ્ચર્ય ? ત્યારબાદ રાજાએ લેખને ખુલ્લે કર્યો અને વાંચવાનો પ્રારંભ કર્યો...સ્વરિત શ્રી પુરિમતાલ નગરમાં મહારાજાધિરાજ શ્રી વિજયપાલ નરેંદ્રના ચરણારવિંદમાં પ્રણામ કરાં સ્વર્ગમાંથી લક્ષ્મી નામે મહારાણું સ્નેહપૂર્વક જણાવે છે કે, અહીં કુશલ છે. આપનું કુશળ ઈચ્છીએ છીએ. વળી વિશેષ
For Private And Personal Use Only