________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્યવણિકનીકથા.
(૨૫૩) વધામણ આપવા માટે હું અહીં આવ્યું . રાજા છે, હાલમાં મ્હારી પ્રાણપ્રિયા કયાં છે? પુરૂષ બે, હે નાથ ! હાલમાં લક્ષ્મી દેવી સ્વર્ગમાં સુરેન્દ્રની પાસે આનંદપૂર્વક વિલાસ કરે છે. વળી આપને સંદેશો કહેવા માટે તેણું એજ મહને મોકલ્યો છે. હે સ્વામિન! મનુષ્ય લેકમાં વાસ કરવો ઉચિત નથી, કારણકે મનુષ્યલક બહુ દુધમય તેમજ જન્મ, જરા, વ્યાધિ અને મરણાદિક દુઃખોથી વ્યાકુલ છે. વળી સ્વર્ગલોકમાં દુધ વિગેરેનું કોઈપણ પ્રકારે દુઃખ નથી. અને તે બહુ સુંદર છે. માટે હે નાથ! જે હારી સાથે આપને કામ હોય તે જલદી તમ્હારે અહીં આવવું. રાજા બોલ્યા, હે સુભગ ! તું સ્વર્ગને માર્ગ મહને બતાવ. જેથી મહારી પ્રાણપ્રિયાનું સુંદર મુખકમળ જોઈ હંકૃતાર્થ થાઉં. પુરૂષ બેલ્યો,હે નરેંદ્ર! એકદમ આપણે ત્યાં જવું ઠીક નહીં. હાલમાં તે આપ સ્નાન કરી ભેજન કરે, ઉત્તમ પોષાક પહેરે, રાજ્ય, દેશ અને કેશ વિગેરેની સંભાળ કરો, તેમ ધર્મસેવન કરી આનંદરસ ભેગવે, તેટલામાં હું રાણી પાસે જઈ તય્યારા આગમનની વાર્તા સંભળાવું એમ કહી તે વિદાય થયે. ત્યારબાદ તે પુરૂષના વચન પર વિશ્વાસ રાખી રાજા ભેજનાદિક સર્વકાર્ય કરે છે. અહીંઆ આશ્ચર્ય માત્ર એટલું જ છે કે બહુ વૈભવવાળ, બુદ્ધિમાન, દક્ષ તેમજ પૃથ્વીને પતિ એ પણ આ રાજા અત્યંત ગરૂપી ગ્રહવડે ઘેરાયેલો હોવાથી અસત્યને પણ સત્ય તરીકે જાણે છે. ત્યારબાદ સ્ત્રીના વિરહથી આક્રાંત થઈ હમેશાં તે પુરૂષને આવવાની વાટ જોયા કરે છે. પછી તે પુરૂષ પણ ઘણે સમય વ્યતીત કરી ફરીથી રાજા પાસે આવ્યું. અને કલ્પવૃક્ષના ફળ સમાન સ્વાદિષ્ટ નારંગી ફળની ભેટ મૂકી નમસ્કાર કરી બોલ્યા, હે નરેંદ્ર! સ્વર્ગમાંથી દેવીએ આપના માટે આ ફળ કયાં છે અને વિશેષમાં એક સંદેશે કહો છે કે રાજા
For Private And Personal Use Only