________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૭)
સિંહવણિની કથા. ખજાને જોઈ આપનું કહેવું સત્ય છે–એમ કહી તેઓ બહુ ખુશી થયા અને હમેશાં ભાવપૂર્વક શેઠની આજ્ઞા પ્રમાણે વર્તવા લાગ્યા. ત્યારપછી અનુક્રમે બાકીના પિતાના ઘરની અન્દર રહેલા ત્રણે ખાના શ્રેષ્ઠીએ બતાવ્યા. ત્યારબાદ ફરીથી તેજ સૂરીશ્વર ત્યાં પધાર્યા. તે વાત સાંભળી પોતાના પુત્રો સહિત શ્રેણી મોટા વૈભવ સાથે તેમને વાંચવા માટે ગયે. તેમ બીજા નગરવાસી લેકે પણ શણગાર સજી બહુ ઉમંગથી ત્યાં ગયા. પછી ત્રણ પ્રદક્ષિણ પૂર્વક સૂરિને નમસ્કાર કરી તેમની આગળ સર્વે લોકો બેસી ગયા. ત્યારબાદ અવસર જાણી શ્રેણીએ પ્રાર્થના કરી, કે હે ભગવન્ ! મ્હારા પુત્રને સમ્યકત્વાદિ ઉપદેશ આપીને ગૃહસ્થ ધર્મ આપો. સૂરિએ પણ તે પ્રમાણે ઉપદેશ આપે. તે સાંભળી સિંહકુમાર બે, હે ભગવન! હુને પણ શ્રાવક ધર્મને ઉપદેશ આપે. જેથી હું પણ તેને સ્વીકાર કરી કૃતાર્થ થાઉં. બાદ ગુરૂ મહારાજે સભાની અંદર વિશેષ પ્રકારે શ્રાવક ધર્મ ઉપદેશ આપે. ત્યારબાદ કેટલાક લેકએ સમ્યકત્વ અને કેટલાકે અણુવ્રતાદિક ગ્રહણ કર્યા. વળી સહદેવ સહિત સિંહ શ્રાવકે સમ્યકત્વ પૂર્વક અનર્થ દંડવતનો નિયમ લીધે. પછી ગુરૂએ વિસ્તાર પૂર્વક તેનું વિવેચન કરી કહ્યું કે, પાપને ઉપદેશ, શાદિકનું દાન, આર્તધ્યાન અને મદ્યાદિ પ્રમાદથી ચાર પ્રકારે અનર્થ દંડ થાય છે. તેમજ બહુ સાધનની તૈયારી, ભેગેપગની વૃદ્ધિ, બહુ વાચાલતા, કામ કિડા અને કામ જનક ચેષ્ટાએને અનર્થ દંડ વ્રતધારક ગૃહસ્થ પુરૂએ સર્વથા ત્યાગ કરે જોઈએ. એ પ્રમાણે ગુરૂ મુખથી ઉપદેશ સાંભળી સિંહ અને સહદેવ બને ભક્તિ સાથે ગુરૂને નમસ્કાર કરી પિતાને ઘેર ગયા અને જૈન ધર્મની આરાધના કરવા લાગ્યા.
હવે સિંહવણિક પોતાની દુકાનમાં વેપાર કરતું હતું,
For Private And Personal Use Only