________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૬)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. કે, વર માગ. શ્રેણી છે, જે હારમાં શક્તિ હોય તે ચાતુર્માસના દિવસે મહું ચારસરીપુષ્પમાલાવડે જીનેશ્વરની પૂજા કરી હતી તેનું ફલ મને આપ. તે સાંભળી યક્ષે અવધિજ્ઞાનને ઉપયોગ કર્યો અને કહ્યું કે, તે પૂજાનું ફલ આપવા માટે હું સમર્થ નથી, કારણકે ભાવ પૂર્વક પૂષ્પના એક હાર વડે જીને ભગવાનની પૂજા કરી હોય તે તેથી બહુ સુંદર અને વિશાળ એવી સ્વર્ગ લક્ષમી પણ પ્રાપ્ત થાય છે તે આ ચારસરાહારની તે વાત જ શી કરવી ? વળી હું વ્યંતર જાતિ છું તેથી આ શિવાય બીજું જે કંઈ જોઈએ તે બેલો! શ્રેષ્ઠી બલ્ય, હે યક્ષ! માત્ર હારા દર્શનથી હું સંતુષ્ટ થયો છું. તું હારા સ્થાનમાં ચાલ્યો જા, તેવી કઈ પણ વસ્તુ નથી કે જે જૈનધર્મના પ્રભાવથી મહને નહીં મળે ? તે સાંભળી યક્ષ બલ્ય, આપનું કહેવું સત્ય છે પરંતુ મહારી શક્તિ પ્રમાણે આપનું વાત્સલ્ય મહારે કરવું જોઈએ. સાધર્મિક જાણું શ્રેષ્ઠીએ તેનું વચન માન્ય કર્યું. પછી યક્ષ બે, તમહારા ઘરના ચારે ખુણાઓમાં મહેતા નિધાને દાટેલા છે. તે તારે લઈ લેવા. એમ કહી યક્ષ પોતાના સ્થાનમાં ગયે. પ્રભાતકાળમાં એકી પોતાને ઘેર ગયે અને પિતાના
પુત્રોને કહ્યું કે, જો તમે ધર્મમાં બુદ્ધિ પૂજાને પ્રભાવ. રાખે તે આ જન્મમાં પણ તેનું પ્રત્યક્ષ
ફળ હું તમને બતાવું. પુત્ર બલ્યા, જે એમ થાય તો તમારા દેખતાં અમે બમણે ધર્મ કરવા તૈયાર છીએ, છીએ તેઓને પ્રતિજ્ઞા કરાવીને કહ્યું કે, હમેશાં ત્રિકાલ જનમંદિરમાં દર્શન કરવા જવું અને પૂજનાદિક કાર્ય પણ તમારે નિયમીત કરવાં. તે પ્રમાણે તેઓએ કબુલ કર્યું. એટલે શ્રેષ્ટીએ એક નિધાન બતાવ્યું. પછી સંપૂર્ણ તૈયેથી ભરેલે એક
For Private And Personal Use Only