________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. પૈસા નહીં હોવાથી શેઠે ના પાડી, એટલે તે ફરીથી બેલી, આ હારા શરીરે પહેરેલા સર્વે અલંકાર આપની મહેરબાનીથી થયેલા છે. હવે હારે પૈસાની દરકાર નથી. વળી પ્રથમ આપ જેવીરીતે પુપ લઈ પૂજા કરતા હતા તેવી જ રીતે હાલ પણ પુષ્પ લઈ ભગવાનની પૂજા કરે. હું તમને પુણ્ય માટે પુષ્પ આપું છું. મહારે કંઈપણ લેવું દેવું નથી. પછી શ્રેણીએ પોતાના હાથમાં પુષ્પ લઈ નેધિકી પાઠ ભણે વિધિપૂર્વક ભગવાનની પાસે ગયા. અત્યંત ભક્તિભાવથી રોમાંચરૂપી કંચુકને ધારણ કરતા એવા તે શ્રેષ્ઠીએ જીર્ને ભગવાનની પૂજા કરી અને હૃદયમાં ભાવના બાવવા લાગ્યા. અહો ! મહને ધન્ય છે. કારણકે અનાદિ અપાર એવા આ સંસાર સાગરમાં અનેક જન્મમાં પણ દુર્લભ એવું ધર્મરૂપી નાવ હને પ્રાપ્ત થયું છે. ધર્મના પ્રભાવથી જન્માંતરમાં પણ ભવ્યપ્રાણિઓ દુર્ગતિ પામતા નથી. અપૂર્વ ચિંતામણું અને કલ્પવૃક્ષ પણ ધર્મજ છે. વળી ધર્મ એજ ઉત્તમ મંત્ર છે. ધર્મમાંજ ઉત્કૃષ્ટ અમૃત રહેલું છે. તેમજ ઉપકારની અપેક્ષા રહિત લેકોના હિત માટે જેઓ ધર્મોપદેશ આપે છે તેઓને ભાવ પૂર્વક વારંવાર નમસ્કાર. વળી વિમાનમાં વાસ કરે સુલભ છે, એક છત્રવાળી પૃથ્વીનું રાજ્ય પણ સુલભ છે, પરંતુ સમગ્ર લોકમાં મનુષ્યને જૈનધર્મ મળ બહુ દુર્લભ છે. તે પણ હુને પ્રાપ્ત થયે છે. માટે તે ધર્મ વિના બીજા કેઈની પણ મહારે જરૂર નથી, એમ ચિંતવન કરી તેણે દેવવંદન કર્યું. ત્યારપછી મુનિદાસ શ્રેષ્ઠી વ્યાખ્યાનશાળામાં ગયા. અને ત્યાં
ભવ્ય પ્રાણુઓને ધર્મને ઉપદેશ આપતા સરિને ઉપદેશ. સૂરિ મહારાજનાં દર્શન કર્યા પછી વંદન
કરી પોતે દૂર ઉભે રહ્યો. એટલે સૂરિએ પણ ઉચે સવારે આદરપૂર્વક ધર્મલાભ આપી તે શેઠને ઉદ્દેશીને ઉપદે
For Private And Personal Use Only