________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
(૨૪ર)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. અવસર જોઈ સૂરીશ્વરને તેણે એક પ્રશ્ન પૂછ્યો. હે ભગવન્! મહારા એક સંશયને દૂર કરવા તમે કૃપા કરે. ધર્મકાર્ય કરવાથી કેઈપણ પુરૂષ લક્ષમીથી ભ્રષ્ટ થાય ખરે! મુનિ બેલ્યા, લાભના અંતરાયથી તેમ પણ થાય છે. સિંહ બોલ્ય, જે ધમ પુરૂષ પણ લક્ષમીહીન થાય તે કલેશના કારણભૂત એવા ધર્મને કરવાનું શું ફલ? મુનીંદ્ર બેલ્યા, જે કે ધમતરાયના દેષથી લમીને નાશ થાય છે પરંતુ જે નિશ્ચયપૂર્વક ધર્મ કરે તે ફરીથી પણ ધર્મના પ્રભાવથી વિશેષ ધન પ્રાપ્ત થાય છે. તેમાં મુનિદાસશ્રેણીનું દષ્ટાંત સાવધાન થઈ તું સાંભળ. દેવલેકેએ નિર્માણ કરેલા, અતિ ઉન્નત અને ઉજવલ ચેત્યો.
વડે વિભૂષિત મથુરા નામે નગરીમાં મુનિદાસ સુનિદાસ શ્રેષ્ઠી. નામે એક શ્રેણી હતું. જેના વૈભવનું પ્રમાણ
પણ અજ્ઞાત હતું, અર્થાત્ તેની પાસે દ્રવ્ય ઘણું હતું. તેમજ તેનું સમ્યકત્વ પણ બહુ વિશુદ્ધ હતું. કેટલાક સમય ગયા બાદ કઈ કર્મને લીધે અનુક્રમે તેને સર્વ વૈભવ નષ્ટ થયે. તેથી તે દરેક ઠેકાણે અપમાનને પાત્ર થઈ પડે. તેમજ રાજા, બંધુ, પુત્ર અને પોતાની સ્ત્રીને પણ તે અપ્રિય થઈ પડયો! એટલું જ નહીં પરંતુ તેને કોઈ પ્રત્યુત્તર પણ આપતા નથી. તે પણ તે શ્રેષ્ઠી પિતાને નિયમ ચુક્તો નથી. વળી હમેશાં ત્રણે કાળમાં ઉત્તમ ભાવવડે પોતે બંધાવેલા મંદિરમાં જીરેંદ્ર ભગવાનની પૂજા કરે છે. તે જોઈ બહુ દુઃખી થતા તેને પુત્રે કહેવા લાગ્યા કે, હે પિતાજી! હવે પૂજા કરવી બંધ કરે તે બહુ સારું. કારણકે તેટલો સમય તમે વેપારમાં રેકે તે ભેજન જેટલું દ્રવ્ય પદા કરો. વળી અમે અન્ય ગ્રહસ્થાને ત્યાં ચાકરી કરીને વસ્ત્રાદિક સર્વ ઉપાર્જન કરીશું, અને ભગવાનની પૂજાનું ફળ તે તહે અહીંયાજ જોયું, છતાં પણ હજુ એને છુટકે કરતા નથી, તમે આટલી અવસ્થા ગાળી તે પણ મૂઢને મૂઢ જેવા રહ્યા!
For Private And Personal Use Only