________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહવણિકનીકથા.
(૨૧)
सिंहवणिकूनीकथा.
દ્વિતીયકો સ્થાતિચાર, દાનવિર્ય રાજાએ પ્રશ્ન કર્યો કે, હે જગદગુરૂ! ત્રીજા ગુણ ગતમાં બીજા અતિચારનું સ્વરૂપ દ્રષ્ટાંત સહિત સાંભળવા મહારી ઈચ્છા છે તે આપ કૃપા કરીને અમને કહે. શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા, હે રાજન ! નેત્રાદિક અંગેના નાના પ્રકારના વિકાર સહિત જે ચણા કરવી તેને કોકુચ કહેલું છે તે કંકુને વિટ પુરૂષાદિકની માફક જે પુરૂષ કરે છે તે સિંહવાણિની માફક બહુ દુઃખી થાય છે.
આ ભરતક્ષેત્રમાં બહુ પા (૫) – (પવિત્ર પુરૂષ પાંદડાં)વડે સુશોભિત, લક્ષ્મીનું સુંદર સ્થાનભૂત અને રાજ હસેથી વિરાજીત પદ્ય સમાન પોતનપુર નામે સુપ્રસિદ્ધ નગર છે. તેમાં કુબેર સમાન બહુ ધનાઢ્ય ધનદ નામે શ્રેષ્ઠી રહે છે. સમશ્રી નામે તેની સ્ત્રી છે. સિંહ નામે તેને એક પુત્ર છે. અને જન્મથીજ સહદેવ નામે તેને એક મિત્ર છે. હવે એક દિવસ રમવા માટે સિંહ પોતાના મિત્ર સાથે રતિસાગર નામે ઉદ્યાનમાં ગયે. ત્યાં આગળ સુંદર લતામંડપમાં વિવિધ વિલાસપૂર્વક તે બન્ને જણ ક્રીડા કરતા હતા. તેવામાં ત્યાં મધુર ધ્વનિ તેઓના સાંભળવામાં આવ્યા. ત્યારબાદ તેઓ તે શબ્દના અનુસારે આગળ જતા હતા એવામાં એક સૂરિ મહારાજનાં દર્શન થયાં. વળી સૂરદ્રની આસપાસ બહુ મુનિઓ બેઠા હતા, તેથી તે તારામંડલ સહિત ચંદ્રમાનું અનુકરણ કરતા હતા. તેમજ ભવ્યપ્રાણીઓને સ્વર્ગ અને મોક્ષમાર્ગને ઉપદેશ આપતા જાણે મૂર્તિમાન ધર્મરાજા હેયને શું ? એવા તે સૂરીશ્વરને નમસ્કાર કરી મિત્ર સહિત સિંહકુમાર ત્યાં બેઠે. અને
For Private And Personal Use Only