________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
मित्रसेननी कथा.
પ્રથમકંદર્પોત્સર્ષણવચનાતિચાર. દાનવિર્ય રાજા બે હે ભગવન? હવે ત્રીજા ગુણવ્રતમાં પ્રથમ અતિચારનું લક્ષણ કહે, શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા હે રાજ– ? ત્રીજું ગુણવ્રત ધારણ કરી જે પુરૂષ કોમેદ્દીપક વચન બેલે છે તે મિત્રસેનની માફક સંસારમાં વારંવાર જન્મ ધારણ કરે છે. બહુ સુંદર પર્વ (ગંડેરી–ઉત્સવના દિવસો) વડે મનેહર,
પ્રાણીઓના હૃદયને આનંદ આપનાર, અને મિત્રસેનકથા. ગાઢ રસવડે ઉત્કૃષ્ટતા પામેલી શેલડીની
લાકડી સમાન પ્રતિકારક અયોધ્યા નામે નગરી છે. તેમાં ઈક્વાકુ રાજાઓના વંશમાં ઉન્ન થયેલ, ચંદ્ર અને મેગરાના પુષ્પ સમાન ઉજવલ છે કીર્તિ જેની એ જ્યચંદ્ર નામે રાજા છે. પ્રિયદર્શના નામે શુદ્ધશીલવતી તેની મુખ્ય રાણી છે. ચંદ્ર નામે તેને એક પુત્ર છે તે ધર્મકાર્યમાં બહુ મંદ છે. વળી તે રાજાને સેનનામે પુરહિત છે અને મિત્રસેન નામે તેનો પુત્ર છે. હવે ચંદ્રકુમાર વંસતરૂતુને લીધે એક દિવસ મિત્રસેન સાથે ઉદ્યાનમાં ફરવા ગયા ત્યાં ઈલાયચીના વનથી વિભૂષિત કીડા શૈલની એક સુંદર શિલા ઉપર બેઠેલા મહા તપસ્વી અને સર્વ સંગથી વિમુક્ત એવા એક મુનીંનાં તેને દર્શન થયાં. આ જ્હોટે ચેગી છે એમ આકૃતિ ઉપરથી અનુમાન કરી તે બન્ને જણે તેમને નમસ્કાર કર્યો. મુનિએ ધર્મ લાભ આપી તેઓના હિત માટે ધર્મ દેશના પ્રારંભ કર્યો. હે ભવ્યાત્માએ? જેમ મરુસ્થલમાં કમલોથી વિભૂષિત સરેવર અને દરિદ્રીને ત્યાં ચિંતામણિ રત્ન દુર્લભ હોય છે તેમ આ સંસારમાં જૈનધર્મ સહિત મનુષ્ય ભવ
For Private And Personal Use Only