________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિમલની કથા.
(૨૩૭) માત્રની સમીપમાં સદાકાળ રહ્યા છે. માટે હે બધુ? પરભવમાં જે તને સુખની ઈચ્છા હોય તે બહુ દુર્લભ એવી અનર્થ દંડ વિરતિને તું દૂષિત કરીશ નહીં. હવે આથી વધારે શું કહેવું ? તે સાંભળી સહદેવ બેલ્યો. જે હું આ પ્રમાણે રાજાને ઉપદેશ ન આપે તે જરૂર આ રાજા મહારી ઉપર કોપાયમાન થાય. વળી ત્યારે આ ઉપદેશ તે જળથી ભરેલા ઘડાની ઉપર પડતી એવી જલધારાની માફક બહાર ફર્યા કરે છે. એનાથી મહને કંઈ પણ અસર થવાની નથી. આ પ્રમાણે સહદેવને નિશ્ચય જાણે વિમલે તે વિષયમાં મનભાવ સ્વીકાર્યો. ત્યાર બાદ સ્વછંદ પ્રવૃત્તિને લીધે સહદેવ વિરતિથી રહિત થયે. અને જૈનમતમાં શ્રદ્ધાહીન થઈ ગયે. તેમજ બહુ દૂર એવા અનર્થ દંડ પોતે કરવા લાગ્યું અને અન્યને ઉપદેશ આપી તેની ચેજના કરાવવા લાગ્યો. એક દિવસ નિરર્થક કેઈક પુરૂષને બહુ દુઃખી કરી તેનું સર્વ ધન પિતાને કબજે કરી તેને છોડી મૂક્યું. પછી બહુ કોપાયમાન થએલા એવા તે પુરૂષ લાગશેધીને અધમી એવા તે સહદેવને ઠાર મારી નાખે, અને તે પ્રથમ નરકભૂમિમાં ઉસન્ન થયા. ત્યાંથી નીકળી કેટલીકવાર સંસારમાં ભ્રમણ કરી અનેક દુ:ખે અનુભવી છેવટે દીક્ષા લઈ સમાધિપૂર્વક સકળકર્મને ક્ષય કરી તે મોક્ષ સુખ પામશે. વળી વિશુદ્ધ પરિણામી વિમલશ્રેષ્ઠી અખલિત રીતે ગૃહિધર્મનું પાલન કરી વિધિપૂર્વક પરલેકના માર્ગની આરાધના કરી સ્વર્ગ સુખ પામ્યું. માટે હે ભવ્ય પ્રાણીઓ જેવી રીતે વિમલશ્રેણીઓ નિરતિચાર આ વ્રત પાળ્યું તેવી રીતે અન્યજનેએ પણ નિરંતર પાળવું જોઈએ. ॥ इति श्रीतृतीयगुणवतपरिपालने विमल
दृष्टान्तः समाप्तः ।।
For Private And Personal Use Only