________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૬)
શ્રીસુપાર્શ્વનાથચહ્નિ અમારા નજીકને ઉપકારી તે તું છે માટે રાજ્યદાન, આ અર્ધ રાજ્ય અમારા કહ્યા પ્રમાણે છે
ગ્રહણ કર. સહદેવ બોલ્યા આપનું વચન સત્ય કરે. રાજાએ મહેલ, રથ, ઘોડા અને હાથી વિગેરેને વિભાગ કરી તે સર્વે સહદેવને અર્પણ કર્યું. અને વિમલની ઈચ્છા હતી તોપણ તેને નગરશેઠની પદવી આપી. ત્યારબાદ તેઓએ પિ તાના માતાપિતાદિક પરિવારને પોતાની પાસે બેલા. બાદ વિમલ પોતે ધર્મ કાર્યમાં દિવસે નિર્ગમન કરી આત્મસાધન કરતા હતા. હવે રાજ્ય, દેશ અને વિષય સુખમાં લુબ્ધ થઈ સહદેવ નિરંકુશપણે મલિન કાર્યોમાં નિષદુર થઈ ગયે. અને પોતાના ગામમાં ફાજલ પડેલી જમીનને છેડે કર લઈ ખેડાવવા લાગે. તેમજ ચપાસે ધાડ પડાવી પરરાજ્યનાં ગામડાંઓ લુંટાવે છે. અને કેટલાંક ગામડાં ભાગી નંખાવે છે. વળી પોતાના રાજાને દુષ્ટ ઉપદેશ આપે છે કે આ લેકે બહુ ધનવાનું છે તેથી તેઓને દંડાદિકથી ક્ષીણ કરવા જોઈએ. અને બીજા કરે પણુ વધારવા જોઈએ. આ પ્રમાણે સહદેવનું દુષ્ટ ચરિત્ર જોઈ વિમલે તેને એકાંતમાં લાવીને કહ્યું કે હું પોતેજ અનર્થ દંડને નિયમ લીધો છે છતાં તેમાં તું અતિચાર કેમ લગાડે છે? વળી વિશેષમાં એટલું જાણવું જોઈએ કે મનુષ્ય ભવમાં એક તરફ પ્રાણુઓના શરીરને વિકરાળ વાઘેણની માફક ઘુર શબ્દ કરી જરા રૂપી રાક્ષિણ કોધાયમાન થઈ વળગે છે. ત્યારે બીજી તરફ દારૂણ દુ:ખદાયક વ્યાધિઓ સુંદર દેહમાં ડાકિનીની પેઠે હમેશાં આનંદપૂર્વક નૃત્ય કરે છે. તેમજ ભયંકર મરણરૂપી મહા રાક્ષસ જતા, આવતા, ખાતા, પિતા અને સૂતેલા એવા પ્રાણુઓનું છલ હમેશાં શોધ્યા કરે છે. વળી ધન, જીવિત અને બંધુઓને વિનાશ કરવામાં સમર્થ એવા બીજા પણ ઘણા ઉપદ્રવે પ્રાણ
For Private And Personal Use Only