________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭
પ્રકારને શ્રાવકધર્મ સંલેખના પર્યત તથા અતિચારનું સ્વરૂપ સમ્યફ પ્રકારે દષ્ટાંત સહિત વિસ્તારથી તને કહ્યું. હવે તું નિરતિચાર ગૃહિધર્મ પ્રતિપાલનમાં સાવધાન થા. પછી રાજાની વિનંતીથી તેને વિધિ સહિત ધર્મ દાન કરી પ્રભુ શ્રી નંદિવર્ધન નગરથી વિહાર કરી શત્રુંજય ગિરિનાં દર્શન કરી ગ્રામનગરપુર વિચરતા ધર્મદાન દેતા વિશ્વને ઉદરતાં વિચારવા લાગ્યા.
ભગવાનની સેવામાં પંચાણું ગણધરે, ત્રણ લાખ મુનિ, ચાર લાખ ત્રીસ હજાર સાધ્વી, બે લાખ સત્તાવન હજાર શ્રાવકે ને ચાર લાખ ત્રાણું હજાર શ્રાવિકાઓ, બે હજાર ને ત્રીશ ચૌદપૂર્વધર મુનિ, અગિયાર હજાર કેવળી મુનિ, પંદર હજાર ત્રણસો વૈક્રિય લબ્ધિવાળા, આઠ હજાર ચારસો વાદમુનિ, નવ હજાર અવધિજ્ઞાની, નવ હજાર એકસો પચાસ મન:પર્યવ જ્ઞાની હતા. અન્યત્ર વિહરતાં વિશ્વોપકાર કરતાં પ્રભુ જ્ઞાનવડે મોક્ષ સમય નજીક જાણુ માસનું અનશન વ્રત લે છે. અને પ્રભુ રાશી લાખ વર્ષનું એક અંગ થાય તેમાં ચાર અંગ ન્યુન એવું એકપૂર્વલક્ષ ચારિત્ર પર્યાય પાળી પત્યેક આસને વિરાજયા.
સુરાસુરેદ્રો પ્રભુને મોક્ષાભિમુખ થયેલા જાણી આવ્યા ને પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. તેટલામાં તો જગદ્દગુરૂ સર્વ પાપકારોનો રોધ કરનાર શૈલેશી ધ્યાનમાં સ્થિર થયા. અને સર્વથા કર્મથી મુકાયેલા પ્રભુ ફાગણ વદી સાતમના રોજ પાંચ મુનિ સાથે દેહ ત્યાગ કરી ગયા.
દેવતાઓ પ્રભુ વિરહ અશ્રુ સાથે પ્રભુને સંભારતા વિધિપૂર્વક શુદ્ધ સ્થાનમાં ગોશીર્ષ ચંદન તથા અગુરૂ ચંદનની ચિતાઓ રચી એકમાં પ્રભુનાં તથા બીજીમાં પાંચશો મુનિઓના કલેવરે સ્થાપ્યાં. તે વિધિ સહિત ચિતામાં ભસ્મીભૂત કર્યો. મેઘકુમારોએ ભગવાનની ચિતા ઠારી દીધી.
ગ્રંથકાર પ્રશસ્તિમાં વિસ્તારથી ગ્રંથાલેખનનું કારણ સમય સ્થળાદિ જણાવે છે. છેવટે કુમારપાળ નૃપતિને સમયમાં તેમના રાજ્યમાં ગુરૂમંડલી નગરીમાં શબ્બાસુતના ઉપાશ્રયમાં વાસ કરતા શ્રીમાન લમણુગણિએ વિ. સં. ૧૧૧૯માં મહા સુદ ૧૦ મી અને ગુરૂવારે આ ચરિત્ર રચનું જણાવવામાં આવ્યું છે.
એકંદર અતિ રસાળ-રસ મંજરીઓ વડે સુવાસિત તરૂવરની જેમ
For Private And Personal Use Only