________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
નિમગ્ન પ્રેમથી વંચિત પતિવિરહી–તે છાતી કુટી ઈષથી મરણ પામી મૃગલી થાય છે. અને રાજાનું નામ સાંભળતાં જ તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ પરથી રાજાને પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા તથા ધર્મશ્રવણ માટે આતુર દેખી ગુરૂદેવ તેને ધર્મનું સ્વરૂપ વિસ્તારથી સંભળાવે છે. સમ્યક્ત્વના ભેદ વિસ્તારથી કહી ગૃહીધર્મથી માંડી ઠેઠ સંલેખના પર્યત ગૃહિધર્મ સંભલાવે છે. સંખનાનું ઉત્કૃષ્ટ સ્વરૂપ સમજાવે છે. તથા જઘન્ય સંલેખના પણ જણાવે છે. આ સાંભળી રાજા, મલયચંદ્ર તથા મૃગલી સમ્યકત્વ સહિત દેશવિરતિ ધર્મને સ્વીકાર કરે છે. મૃગલી કાળ કરી સૌધર્મ દેવલોકમાં જશે.
રાજા તથા મલયચંદ્ર પાછા સ્વસ્થાને આવે છે ને મલયચંદ્ર વ્યાધિગ્રસ્ત થતાં અનશન વ્રત ધારણ કરવા આજ્ઞા આપવા રાજાને વિનવે છે. પણ રાજા વૈદોની સારવાર કરવા જણાવે છે. એવામાં સુભાગ્યે જ સમયે ચારણ મુનિ આકાશેથી ઉતરી ત્યાં આવે છે. ને તેમને મલયચંદ્ર પાસે લઈ જવામાં આવે છે. ત્યાં મલયચંદ્રને મુનિ ધર્મોપદેશ દઈ અનશન વ્રત આપે છે ને વિશુદ્ધપણે નિરતિચાર પાળી સમાધિપૂર્વક કાળ કરી તે બ્રહ્મલેકમાં જાય છે.
રાજા શક પરિપૂરિત થતાં મુનિ તેને સંસારની અનિત્યતા સમજાવી શક દૂર કરાવી ધર્મમાર્ગે વાળી ભવ્યજનોને પ્રતિબોધ આપી અન્યત્ર વિહાર કરી જાય છે.
અહિં રાજાને એક દુઃસ્વપ્ન આવે છે ને તેનું ફળ સ્વપ્નપાર્કોને પુછતાં તેઓ આ ગૂઢ સ્વપ્નનો અર્થ ન કરી શકવાથી અકરમાત આવી ચઢેલા સમયસાગરસૂરિને પુછતાં તેના ફળને તેઓ જણાવે છે કે તે રાજા કાળધર્મ પામી નિર્બોધ સ્થાનમાં જશે. આથી રાજા સમયે ઓળખી ગુરૂ પાસે દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી અલ્પ સમયમાંજ અચળ અને સર્વદા નિર્ભય એવા મેક્ષપદને પામે છે. ઈચ્છાને ત્યાગ કરી જે પ્રાણુ અનશન વ્રત ગ્રહણ કરે છે તે જીવ તેજ ભવમાં યાતો છેવટે પ્રાયે ત્રીજે ભવે સિદ્ધ થાય છે. આ કથા ઘણાજ અર્થભાવને ધારણ કરવાવાળી છે–આદરણીય છે.
ગ્રંથકાર હવે શ્રી સુપાર્થપ્રભુના નિર્વાણવર્ણનને વર્ણવતાં વર્ણવતાં જાણે પરિશ્રમિત થયા હોય તેમ લાગે છે.
પ્રભુ દાનવીર્ય રાજાને કહે છે કે હે રાજન ! સમ્યકત્વ સહિત બાર
For Private And Personal Use Only