________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
કરી વિધિ સહિત પાળ્યાં હોય, તેણે અંત સમયમાં ઉપયોગપૂર્વક સમાધિ મરણ માટે સંલેખના કરવી. આ ઉપર મલયચંદ્રનું દૃષ્ટાંત પ્રભુ કહે છે.
આ કથાવાળું પ્રકરણ અતિ ઉપયોગી છે. મનુષ્ય માત્રને મૃત્યુ આવવાનું જ છે. તે અંત સમયે જે ધર્મના આરાધનપૂર્વક સમાધિ મરણ પામવું તે દુર્લભ છે. સંલેખના ઉત્કૃષ્ટ બાર વર્ષની તથા જઘન્યથી છ માસની છે. અને જે ધર્મધ્યાન–વતપ્રતિપાલન–સમ્યકત્વમૂલ બારવ્રતનાં આરાધન આદિને અભ્યાસ હેાય તે છેવટે અભ્યાસથી પણ સમાધિ મરણ થાયજ. આ કથામાં મહાન રાજા અને મલયચંદ નામે તેને મિત્ર સ્વારી સહિત સુંદર અષેપર બેસી ફરવા નીકળે છે. તે રાજાના સિદ્ધાર્થ નગરના વર્ણનમાં તે નગરના વૈભવ આદિના વર્ણનમાં લેખકે પાંડિત્યની પરાકાષ્ટા કરી છે. છતાં તત્સમયનાં નગર દર્શન કરાવી તે નગરનાં વખાણ કરવામાં અપૂર્વ ચાતુર્ય બતાવ્યું છે –
સિદ્ધાર્થનગર ! તેમાં બંધ તે કાવ્યોમાં અને સરોવરની પાળમાંજ રહેલો છે ! અન્યમાં નહિં ! ચિંતા તો ધર્મ કાર્યમાંજ! રાગ તો મુનિઓ અને સને ઉપરજ ! વ્યસન દાન આપવાનું જ ! વિલાસ ! વિલાસવતી સ્ત્રીઓના કેશ કલાપમાંજ! વાહ વર્ણન શૈલી ! અપ્રતિમ કલ્પનાને ભોગી રસતરંગમાં વિહરતા, ધર્મરત્નના ઝવેરી આ ગ્રંથના આ લેખકને તો નમી જ પડાય છે.
રાજા તથા તેને મિત્ર બને ઘોર જંગલમાં આવી પહોંચે છે. ઘોડાઓ વિરમતાં જ મૃત્યુ પામે છે. તૃષાતુર રાજા મલયચંદ્રને પાણીની શોધમાં મોકલે છે. ત્યાં મહામુનિને જોતાંજ પાણી બતાવવા વિનવતા મહાન રાજાનું નામ દે છે. મુનિ તે મૌન રહે છે પણ ત્યાં બેઠેલી એક મૃગલી આ મહાસેન નામ સાંભળી ઉભી થઈ–મલયચંદ્રને સાન કરી દેરી જઈ પાણી અપાવે છે ને રાજા પાસે મલયચંદ્ર સાથે જાય છે. રાજા તથા મૃગલી સાથે મલયચંદ્ર ગુરૂદેવ પાસે આવી ધર્મશ્રવણ કરી રાજા મૃગલીને અધિકાર જાણવા મુનિને પુછતાં તે તેની પૂર્વભવની સ્ત્રી બંધુમતી છે એમ કહી તેનું પુર્ણ વૃત્તાંત જણાવે છે. પૂર્વભવમાં બંધુમતિને રાજાએ અસત્કાર કરવાથી તેણી ઉપવનમાં જઈ ઉંચી ધર્મભાવનાઓ ભાવે છે અને આમ વિચારમાં
For Private And Personal Use Only