________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોષધના પાંચ અતિચાર—પૌષધમાં રહી અતિલેખિત, દુષ્કૃતલેખિત, અપ્રમાત, અને દુષ્પ્રમાર્જીત શય્યાનુ સેવન કરવું તેમજ સમ્યક્ પ્રકારે પૌષધ લઇ તેનું પ્રતિપાલન ન કરવુ તે પર વૈશ્રમણ પુત્રાની કથા.
અતિથિ સંવિભાગ વૃત—ગૃહસ્થીએ શ્રદ્ધાવડે, વિશુદ્ધ, ન્યાયેાપાઅંત દ્રવ્યવડે લાવેલુ અને નિર્દોષ એવુ ભાજનાદિક પેાતાને ત્યાં આવેલા સુપાત્ર મુનિને અર્પણુ કરવું તે; તેમજ પ્રફુલ્લમન વડે કરી રામાંચિત થઈ સત્પાત્ર સાધુઓને શુદ્ધ દાન આપવું તે-પર શાંતિમતીની કથા.
પ્રથમ સચિત્ત નિશ્ચેષણાતિચાર—અતિથી સવિભાગના નિયમ લઇ દુષ્ટ ચિત્તવડે એદનાદિક પદાર્થ ચિત્ત વસ્તુઓમાં મુકવા તેઉપર લક્ષ્મી શ્રાવિકાની કથા.
દ્વિતીય સચિત્ત પિધાનાતિચાર——અતિથિ સવિભાગને નિયમ લઇ દાન આપવા લાયક વસ્તુને સચિત્ત વસ્તુથી ઢાંકી દેવી તે-ઉપર વિજયા શેઢાણીની કથા.
તૃતીય કાલાતિક્રમણાતિચારદાનના નિયમ કરવા છતાં હૃદયમાં ચડતા રાખવી તે–ઉપર દેવચંદ્ર શ્રાવકની કથા.
ચતુર્થ પરબ્યપદેશાતિચાર—અતિથિદાનના નિયમ લઇ પોતાને ત્યાં સત્પાત્ર આવે છતાં પેાતાના દ્રવ્યને કપટથી પરાયું કહેવું તે-ઉપર વિરાની કથા.
પંચમ માત્સયાતિચારઆ પણ દાન આપે છે તેા શુ એનાથી પણ હુ અશક્ત છું ! એવા માત્મભાવથી જે દાન આપવું તે-ઉપર નંદવણુંકની કથા.
આમ ત્રતા–અતિયારાદિકનુ દષ્ટાંત સમેત પ્રભુએ વિવચન કરી સભળાવવાથી વિકસ્વર થયેલ રામવાળા દાનવીર્ય રાજા પ્રભુને અંજલી જોડી હવે કહે છે હું પતિત પાવન ! હે લાય બધું ! યતિ અને શ્રાવક ધર્મનું સવિસ્તર સ્વરૂપ આપે સભળાવ્યું તેમજ દરેક વ્રતના અતિચાર પણ સદષ્ટાંત કથા. હવે તે અંત સમયમાં સમાધિપૂર્વક મરણ થાય તેનો વિધિ બતાવી અમને કૃતાર્થ કરે. આના પ્રત્યુત્તરમાં દયાના સાગર-અકારણ બધુ જગદુદ્ધારક–પ્રભુ માલ્યા હે ભૂપાળ જે શ્રાવક્રે બારવ્રત અંગીકાર
For Private And Personal Use Only