________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
દ્વિતીય વચન દુષ્પણિધાનાતિચાર–સામાયિક પ્રહણ કરી અયોગ્ય વચન બોલવું તે-પર વિસ૮ એષ્ટિની કથા.
તૃતીય કાયદુપ્રણિધાનાતિચાર–સામાયિકમાં રહી ઉપયોગ શૂન્ય થઈ અપ્રમા સ્થાનમાં આસનાદિ કરવું તે-પર શ્યામલ વણિકની કથા.
ચતુર્થ અનવસ્થાનાતિચાર–સામાયિક પ્રહણ કરી તેને મર્યાદા યુક્ત સમય પૂર્ણ ન કરો વા સામાયિકમાં સ્વેચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરવી તેપર વરૂણ છિની કથા.
પંચમ સ્મૃતિ વિહીનતાતિચાર-ચિત્તની શૂન્યતાને લીધે ગ્રહણ કરેલું સામાયિક શૂન્યચિત્તે પાળવું તે-પર સેમ વણિકની કથા.
દેશાવકાશિક વૃત્ત—વિસ્તાર સહિત એવાં પણ દરેક વ્રતના ગ્રહણ કરેલા નિયમનો પ્રાચે જે સંક્ષેપ કરવામાં આવે તે-પર શંખકુમારની કથા.
પ્રથમ નાયનાતિચાર–પ્રહણ કરેલા અવધિની બહારથી, ગ્રામ તથા ગૃહાદિકમાં રહેલી વસ્તુઓને જે બીજાની પાસે મંગાવે તે–પર વિંધ્ય વણિકની સ્થા. - દ્વિતીય પ્રેષણાતિચાર–દિગવકાશનો નિયમ લઈ–પોતે ન જતાં બીજાને મોકલવા તે-પર સટ્ટ શ્રેષ્ટિની કથા.
તૃતીય શબ્દાતિચાર–દેશાવકાશિક વૃત લઈ કાસાદિક (ખુંખારાદિક) ના નિમિત્તે શબ્દ કરવા તે-પર અતિસાગર મંત્રિની કથા.
ચતુર્થ સ્વરૂપ પ્રદર્શનાતિચાર–દેશવકાશિક વ્રત ગ્રહણ કરી કોઈ કાર્યને લીધે દૂર રહેલા પુરૂષને પોતાના સ્વરૂપનું ભાન કરાવવું તે–પર કૃષ્ણની કથા.
પંચમ પુદ્ગલ ક્ષેપોતિચાર–દેશાવકાશિક વ્રત ગ્રહણ કરી કાંકરા વિગેરે વસ્તુઓના પ્રક્ષેપવડે પોતાને જાહેર કરે તે–પર સોમછિની કથા.
પષધવત—ભવ્ય પ્રાણિઓએ આહાર-હસકાર-બ્રહ્મચર્ય અને વેપાર એમ ચાર પ્રકારનું પૌષધવ્રત દેશથી કિવા સર્વ પ્રકારે પાળવું તેપર મલયકેતુ રાજાની કથા.
For Private And Personal Use Only