________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૪)
શ્રીસુપાર્શ્વનાથયાત્ર ગભરાઈ ગયા. અને અનેક ઉપચાર કરવા લાગ્યા વળી રાજાએ પણ નગરમાં આ પ્રમાણે પટહષણ કરાવી છે કે જે કુમારને સજીવન કરે હેને અધું રાજ્ય આપવું. તે સાંભળી સહદેવે વિમલને કહ્યું કે ઠીક છે તમે ઉપચાર
કરે આપણે પાસે દેવતાએ આપેલે મણિ મણિને પ્રભાવ છે તેને પાણી સાથે ઘસીને તે પાણી છાંટે
જેથી કુમાર સજીવન થશે અને આપણને અધું રાજ્ય મળશે. વિમલ બે ભાઈ! આ મ્હોટા પ્રમાણવાળા પરિગ્રહનો આશ્રય કરે આપણને એગ્ય નથી. વળી દોષનું મુખ્ય કારણભૂત આ રાજ્યનું પણ આપણે શું પ્રયોજન છે ! એ પ્રમાણે વિમલનું વચન સાંભળી સહદેવ બોલે તમે રાજ્ય મેળવીને આપણા કુટુંબનું દરિદ્ર જલદી દૂર કરે. તેમજ રાજકુમારને જીવતો કરી મણિ રતનું માહાત્મ્ય પણ આપણે જોઈએ. વળી કેઈપણ પ્રકારે આ રાજકુમાર સજીવન થશે તે ધર્મ પણ પામશે. એમ સહદેવનું વચન સાંભળી વિમલ માન રહ્યો. એટલે સહદેવે વિમલના વસ્ત્રની ગાંઠ છેડી મણિ લઈ લીધો. અને બહુ ખુશી થઈ તેણે ધોષણ કરતા નગારાને સ્પર્શ કર્યો. તેથી રાજપુરૂષે તેને રાજકુમાર પાસે લઈ ગયા. પછી સહદેવે પાણીમાં મણિ ઘસીને કુમારને છાંટયું કે નિદ્રામાંથી જાગ્રત થએલાની માફક તે કુમાર દિશાઓમાં દષ્ટિ ફેરવવા લાગ્યું, અને પોતાની પાસે ઉભેલા સર્વે લેકેને જોઈ પોતાની માતાને તેણે પૂછ્યું કે, આ સર્વે લેકે અહીં કેમ આવ્યા છે! પછી હર્ષને લીધે અશુધારાને વહન કરતી એવી તેની માતાએ વિસ્તારપૂર્વક સર્વ વૃત્તાંત નિવેદન કર્યું.
ત્યારબાદ સહદેવને અર્ધ રાજ્ય આપવા માટે રાજાએ પ્રાર્થના
For Private And Personal Use Only