________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૦ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. બે, માર્ગ સંબંધી કેઈપણ હકીકત હારા જાણવામાં નથી. ફરીથી પથિકે પૂછયું હે શેઠ! તમે કયે ગામ જાઓ છો? વિમલ બે, જ્યાં કરીયાણું મેંઘા ભાવે વેચાશે ત્યાં અમારે જવું છે. વળી ફરીથી પથિક બેલ્ય, શેઠજી! આપ કયા નગરમાં રહે છે? મહેરબાની કરી આપના નગરનું નામ તો કહે. પછી વિમલ બલ્ય, રાજધાનીમાં મહારૂં નગર નથી. પથિક બોલ્યા, હું પણ આપની સાથે આવીશ. ત્યારે વિમલ બલ્ય, એમાં અમે શું કહીએ ? જેવી તહારી ઈચ્છા. તે સાંભળી પથિક પણ તેની સાથે ચાલતે થયે. આગળ ચાલતાં એક નગર આવ્યું. તે નગરની બહાર એક ઉદ્યાનમાં તેઓએ મુકામ કર્યો. અને રસોઈ માટે અગ્નિ સળગાવ્ય, એટલામાં કેટલાક નોકરોએ પાણી વિગેરે સામગ્રી પણ તૈયાર કરી. ત્યારબાદ પથિકે સેઈ માટે વિમલની પાસે જઈ અગ્નિ માગે. એટલે વિમલે કહ્યું ભાઈ ! હે અહીં જમજે પરંતુ અમે કોઈને દેવતા આપતા નથી, કારણકે અગ્નિ વિગેરેના દાનને શાસ્ત્રમાં નિષેધ કર્યો છે. જેમકે
न ग्राह्याणि न देयानि, पञ्च द्रव्याणि पण्डितैः । ___ अग्निर्विषं तथा शस्त्रं, मद्यं मांसं च पञ्चमम् ॥
અર્થ “અગ્નિ, વિષ, શસ્ત્ર, મદ્ય અને માંસ એ પાંચ વસ્તુઓ પંડિત પુરૂષાએ લેવી નહીં તેમજ આપવી પણ નહીં.” આ પ્રમાણે વિમલનું વચન સાંભળી કોધિની માફક તે બોલવા લાગ્યો રે ધૃષ્ટ ! ખોટા ધર્મને આડંબર કરનાર, હે મૂઢ ! મહારી આગળ આ પ્રમાણે અસત્ય બોલતાં તું લજવાત નથી? વળી આવી રીતે બોલતાં ને કંઈપણ વિચાર નથી આવતે? એમ કહી તેણે પિતાનું શરીર એટલું બધું વધાર્યું કે તેના ભયને લીધે આકાશ પણ ઉંચું ગયું હોય તેમ જણાવા લાગ્યું અને તેવા
For Private And Personal Use Only