________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દત્ત શ્રેષ્ટિની ક્યા.
(૨૧૯) હોય તે ક્રોધ કરવાનું ત્યારે શું કારણ છે? અને જો તું એમ કહેતે હાથ કે હારા સ્મશાનમાં તમે આવ્યા તેથી હારે કોધ કર ઉચિત છે. એમ હારું માનવું હોય તો તે પણ ખોટું છે. કારણકે સમુદ્ર પર્યત પૃથ્વીને આધિપતિ તે હું છું. માટે આ સમસ્ત પર્વત, નગર, ગ્રામ, અરણ્ય વિગેરે એ સર્વ હારું છે. જે તહારે અહીં રહેવાની ઈચ્છા હોય તે મને કર આપીને સુખેથી તમે અહીં રહે. નહીતે હારી ભૂમિની અંદર તહારે રહેવું નહીં. જલદી ચાલ્યા જાઓ. તે સાંભળી સર્વ ભૂત પ્રેતાદિક પ્રકુપિત થઈ બોલ્યા, હે રાજન ! હાલમાં જલદી તું તહારૂં શરણુ શેાધી લે, અથવા ઈષ્ટદેવનું સ્મરણ કર. એમ કહી અસિતાક્ષયક્ષ મુગર ઉગામી રાજાને પ્રહાર કરવા દેડ્યો. તેટલામાં રાજાએ એકદમ સ્તંભન વિદ્યાવડે સ્તંભની માફક તે યક્ષને ખંભિત કર્યો. ત્યારબાદ અતિ વિકરાલ અને અદ્ભુત વેષધારી એવો તે ભૂત ગરવવડે સુભિત કરતે રાજાની આગળ આવ્યા એટલે સિદ્ધરાજે મંત્રના પ્રભાવથી ચોરની માફક તરતજ તેને પણ બાંધી દીધો. આ પ્રમાણે સિદ્ધરાજને પ્રભાવ જોઈ તેના સર્વ પરિવાર એકઠો થયે અને રાજાની
સ્તુતિ કરવા લાગ્યો. હે મહારાજ ! એમને બંધનથી મુકત કરે. કારણ કે આપ કહેશે તે પ્રમાણે કર આપવા અમે તૈયાર છીએ. રાજા બે, આ અસિતાક્ષ યક્ષ ખાસ હારે અંગરક્ષક થાય. વળી એક રાક્ષસ હારે છત્રધારક થાય. તેમજ અન્ય ભૂત પિશાચાદિક હંમેશાં મહારી આગળ સંગીત સાથે નૃત્ય કરે. એ પ્રમાણે સાંભળી તેઓએ વિનયપૂર્વક રાજાના કહ્યા પ્રમાણે સમગ્ર આજ્ઞાને સ્વીકાર કર્યો. ત્યાર બાદ અસિતાક્ષ તથા ભૂતને બંધનથી મુક્ત કરી સિદ્ધરાજ રાત્રીના છેલ્લા પ્રહરે પ્રેતાદિક સહિત પિતાના મહેલમાં ગયો. તેટલામાં ત્યાં પ્રભાત સૂચક પટહ, ઢક્કા, ભેરા, મૃદંગ અને શંખાદક વાજીત્રાનો મહાન્ શબ્દ થયા.
For Private And Personal Use Only