________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૪)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર, લીધે કામાતુર થઈ પિતાના સમગ્ર વૈભવને નિ:શંકપણે તે વિનાશ કરે છે. એમ અનેક કારણોને લીધે પુત્પત્તિ સર્વથા પિતાને દુ:ખદાયક થાય છે. છતાં પણ પુત્ર ઉપર મહાન પ્રતિબંધ કરવામાં આવે છે. તે વ્હોટું આશ્ચર્ય છે. અથવા જે મેહનીકર્મના મહિમાની સંપત્તિ ન હોય તો દુ:ખદાયક એવા પુત્રને જન્મ સાંભળી કેણ આનંદ માને? આ ઉપરથી મહારે તે હવે પુત્ર સંબંધી નિયમ છે. વળી તે સ્ત્રી માટે મહારૂં હદય બહુ બળે છે. તે બિચારી આ દુ:ખમાંથી કેવી રીતે છુટશે ? હા ! તેને એક ઉપાય છે. શ્રીનગરમાં તેના ભાઈઓને આ સર્વ હકિકત કોઈક પુરૂષ દ્વારા પત્ર મોકલી હું જણાવું, જેથી તેઓ ધન આપીને પોતાની બહેનને છોડાવશે. એમ વિચાર કરી પત્ર લખી એક પુરૂષને ત્યાં મોકલ્યો. તેણે પણ થોડા દિવસોમાં શ્રીનગરમાં જઈ તેઓને પત્ર આપે. પત્ર ઉકેલી વચ્ચે તે તેમાં લખ્યું હતું કે, જેમ અગત્ય મુનિએ સમુદ્રનું જલપાન કરી જળ ખુટાડયું હતું તેમ તહારા ભાણેજે જુગારના વ્યસન વડે એક સાથે સમગ્ર મહારા ધનને વિનાશ કર્યો છે, તહારી બહેનને પણ જુગારીઓએ તેના દેવા પેટે એક લાખ રૂપીઆ માટે પોતાને કબજે રાખી છે. માટે આપને જેમ ચોગ્ય લાગે તેમ કરશે. આ પ્રમાણે લેખ વાંચી તેઓનાં નેત્રામાંથી અશ્રુધારાઓ વહેવા લાગી. અને પરસ્પર સ્નેહને લીધે બોલવા લાગ્યા કે, અહા ! હેનને દારૂણ દુઃખ આવી પડ્યું છે, તે પછી હાથીના કાન સમાન ચંચલ એવું આ ધન આપણે શા કામનું છે? આ સર્વ સમૃદ્ધિ બહેનને માટે જ છે. વળી જેના આશીર્વાદથી અનેક વિડ્યો દૂર થાય છે. એવી ભગિની સમાન સમગ્ર કુટુંબની અન્દર બીજુ કોણ છે.? સર્વ ઉત્સવ પણ હેનને લઈનેજ પ્રવૃત્ત થાય છે. માટે ધન્ય છે! તે ગૃહસ્થાશ્રમિએને કે
For Private And Personal Use Only