________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૦)
શ્રીસુપા નાચરિત્ર.
મુજબ વિલાસ કરે છે. તેમજ મઘ અને મધનું પાન કરે છે. આ પ્રવૃત્તિ ઉત્તમ કુલમાં ઉત્પન્ન થએલા ત્હને ઉચિત નથી. કારણકે સર્કુલમાં જન્મી આવું અચેાગ્ય આચરણ કરવું તે સર્વથા નિંદ્ય ગણાય છે. વળી તુ રાત્રીએ ભેાજન કરે છે તેમજ જુગાર છેાડતા નથી અને વેશ્યાઓના સંગ કરે છે. પરંતુ ધર્મની વાતો તે! કેાઈ દિવસ પણુ પૂછતા જ નથી. તે સાંભળી દત્ત એલ્યેા, હૈ મુનીંદ્ર ! મદ્યપાનદિકમાં શે। દોષ છે? તે કૃપા કરી આપ હૂને કહે. જેથી હું તેને ત્યાગ કરૂ. મુનીંદ્ર ખેલ્યા આ જગતનો અંદર નિ લપણે જે અનાચારા રહ્યા છે તે સર્વ અનાચાર પ્રમત્ત એવા આલળવાને એક સાથે જલદી વીંટાઇ વળે છે. જેથી તેઓ કા અકાર્યનું સ્વરૂપ જાણી શકતા નથી. વળી મદ્યપાન કરવાથી વિજ્ઞાનને નાશ થાય છે, માટે મહા અનથકારક મદ્યને ધિક્કાર છે. એ વિષે એક દૃષ્ટાંત તું સાંભળ. એક નગરમાં બન્ને લાઇએ પરસ્પર બહુ સ્નેડુ પૂર્વક વસતા હતા. તેવામાં મ્હોટા ભાઈ મરણુ પામ્યા. તેની સ્ત્રી તેના નાના ભાઇ ( દીયર ) ઉપર બહુ રાગવાળી હતી. એક દિવસ તે સ્ત્રી કામના બાણાને નહિ સહન કરતી પેાતાના દીયરને કહેવા લાગી કે, હવે તમેજ મ્હારૂ શરણુ છે. માટે મ્હારી સાથે તમે વિષયસુખ ભાગવા. ત્યારખાદ દીયર બેલ્વે, અરે ! આ શું તમે ખેલ્યાં ? આ અસદ્મ પાપ કેવી રીતે છુટે ! મ્હાટા ભાઇની સ્ત્રી તેા લેાકમાં માતા સમાન ગણાય છે. માટે સ્વપ્નમાં પણ આવા પાપનું ચિંતવન તમ્હારે કરવુ નહીં. મહા ખેદની વાત છે કે ઉભય લેાક વિરૂદ્ધ અને બહુ અનિષ્ટ ફળદાયક એવી આ નિષ્ઠુર ક્રિયાના આચરણુને શ્રવણ માત્ર પણ કાણુ કરે ! એ પ્રમાણે દીયરનુ વચન સાંભળી તે માન રહી અને લજ્જા પામીને પોતાનું ગૃહકાર્ય કરવા લાગી. પછી દીયર પણુ તેને બહુ માનતા હતા. એમ કેટલેાક સમય વ્યતીત થયા.
For Private And Personal Use Only