________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૮)
વેશ્યાઓનાં ઘર પણ તેણે શેાધવા માંડ્યાં, એ મદિરાપાન કરીને મૈથુન ક્રિયામાં આસક્ત થઈ કરવા લાગ્યા.
શ્રીસુપા નામ ચરિત્ર.
પ્રમાણે નિરંતર તે દિવસેા વ્યતીત
દત્તકથા
એક દિવસ દત્ત પેાતાના પરિવાર સાથે ઉદ્યાનમાં ઉર્જાણી કરવા ગયા હતા. તે સમયે તેણે મદિરા, માદક,ખાજા, ગુંદર, વડાં, અને કર બક વિગેરે પદાર્થોનાં ઘણાં ગાડાં ભરી સાથે વીધાં હતાં, તેમજ વીણા, વેણુ, અને મૃગાદિક વાદ્યમાં પ્રવીણ એવા ગાયક લેકાને પણ સાથે રાખ્યા હતા. પછી ઉદ્યાનમાં જઈ સ્વચ્છ જળથી પરિપૂર્ણ અને ગંભીર એવા સરાવના કીનારે તેણે મુકામ કર્યો, અને કેળાના મંડપમાં જઇ સ’ગીતનેા પ્રારંભ કર્યાં. તેવામાં કોઇ એક દિશામાંથી પ્રસરતા અસહ્ય ગંધ તેની નાસિકામાં ભરાઇ ગયા, તેથી દત્તનું ચિત્ત તે તરફ ખે ંચાયુ. તેથી સાવધાન થઈ તેણે પેાતાના પરિજનને પૂછ્યું કે, અત્યંત આ દુર ગંધ કયાંથી આવે છે ? આવા ગંધના અનુભવ તા કોઇપણ સમયે મ્હને થયા નહાતા.
ત્યારબાદ પરિજનમાંથી એક જણ તે ગંધના અનુસારે તેના શેાધ માટે નીન્યા. તેવામાં તે વનની
મુનિદેશના. અંદર બેઠેલા એક મુનીંદ્ર તેની દૃષ્ટિગૈાચર થયા. જેમની આકૃતિ નિરૂપમ અને દૃષ્ટિ સૂર્યબિંબ હામી જોડેલી હતી. વડી મેાક્ષમાર્ગને બતાવતા હાયને શુ ? તેમ પેાતાના બન્ને હાથ જેમણે ઉંચા રાખ્યા હતા. ગાઢ રામનાં છિદ્રોદ્વારાએ નીકળતા સ્વેદરૂપી જલની ધારાવડે તપશ્ચર્યારૂપી અગ્નિથી તપેલા દેહમાંથી પાપરૂપી મળને બહાર કાઢતા હાયને શું? તેમ તેમે દેખાતા હતા, એ પ્રમાણે પ્રચંડ ગધને ફેલાવતા, જાત્ય સુવર્ણ સમાન દેદીપ્યમાન વર્ણ
For Private And Personal Use Only