________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૪).
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. -વડે કર્મવશથી કાળ કરીને તે વ્યંતરી થઈ. તેમજ ગુણચંદ્ર અને સેમચંદ્ર પણ આલેચના નહીં કરવાથી નાગલોકમાં ઉત્પન્ન થયા અને ત્યાંથી ચવીને અહીંજ ત્રીજે ભવે તેઓ મોક્ષ પદ પામશે. વિશ્વસેન રાજા ધર્મ પરાયણ થઈ સમય નિર્વહન કરતે
હતો. એક દિવસ અર્ધરાત્રીના સમયે કઈક વિશ્વસેન રાજા. પુરૂષ એક ગાથા બોલતે હવે તે તેના
સાંભળવામાં આવી-જેમકે – मुच्चंति रज्जुबहा, संकलबद्धा य नियलबद्धा य । नेहनियडेसु बद्धा, भवकोडिगया किलिम्संति ॥
અર્થ–બદારી, સાંકળા અને બેડીઓથી બંધાયેલાં પુરૂષે મુક્ત થાય છે, પરંતુ સ્નેહપાશથી બંધાયેલા પ્રાણીઓ તો કોટિ ભવભ્રમણ કરી બહુ કલેશ પામે છે.” આ પ્રમાણે ગાથાને અર્થ સમજી વિશ્વસેન રાજા પોતાના હૃદયમાં ભાવના ભાવવા લાગ્યા. રે જીવ! આ પ્રમાણે જાણીને કોઈ ઠેકાણે ત્યારે પ્રતિબંધ કર નહીં. વળી હે જીવ! રાજ્યાદિક વૈભમાં કિંચિત્માત્ર પણ ત્યારે લુબ્ધ થવું નહીં તેઓ પરિણામમાં દુરત દુ:ખદાયક થાય છે. તેમજ રે જીવ ! આદિ, મધ્ય અને અંતનો યથાર્થ તું સૂક્ષ્મ
બુદ્ધિવડે વિચાર કરો કે ધર્મ એજ કેવલ સુખદાયક છે. અને રાજ્ય વૈભવ નિશ્ચય દુઃખદાયક છે. વિવેકી પુરૂષે એ બન્નેમાં બહુ વિશેષતા જાણે છે. અને મૂઢ પુરૂષે દેખવામાં મને હર અને પરિ ણામે વિરસ એવા રાજ્ય સુખમાં લુબ્ધ થઈને છેતરાય છે. એમ વિશ્વસેન રાજા અનેક પ્રકારે વિચાર કરતે હતે તેટલામાં સૂર્યોદય થયે. એટલે તરતજ આવશ્યકાદિ નિત્ય નિયમ કરી રાજા સભામાં આવ્યો, અને પ્રધાન વિગેરે અધિકારીઓને બોલાવ્યા. પછી તેઓની આગળ રાજાએ પ્રશ્ન કર્યો કે, બળતા ઘરની અંદર
For Private And Personal Use Only